FPI એ ફરી ભારતીય શેરબજારમાંથી વિશ્વાસ ગુમાવ્યો, ગયા સપ્તાહે રોકાણ કરતાં વધુ ઉપાડ થયો

|

Sep 26, 2022 | 7:50 AM

શુક્રવારે સેન્સેક્સ 1020 પોઈન્ટ (1.73 ટકા) ઘટીને 58,098ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 302 પોઈન્ટ (1.72 ટકા) ઘટીને 17,327ની સપાટીએ પહોંચ્યો હતો. આ મહિને આરબીઆઈની એમપીસીની બેઠક પણ યોજાવાની છે જેમાં રેપો રેટ ફરી એકવાર વધારવામાં આવી શકે છે.

FPI એ ફરી ભારતીય શેરબજારમાંથી વિશ્વાસ ગુમાવ્યો, ગયા સપ્તાહે રોકાણ કરતાં વધુ ઉપાડ થયો
Symbolic Image

Follow us on

ગત સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં શેરબજાર(Share Market)માં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex) 1000 અને નિફ્ટી(Nifty) 300થી વધુ પોઈન્ટ તૂટીને બંધ થયા હતા. આ કડાકા પાછળ કેટલાક મુખ્ય કારણોમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ ઉપરાંત ફેડ રેટ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સામેલ છે. 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ભારતીય શેરોમાં રોકાણ કરતાં વિદેશી રોકાણમાં વધુ આઉટફ્લો છે. FII (Foreign Institutional Investors) હજુ પણ સપ્ટેમ્બરમાં રૂ. 8,638 કરોડના રોકાણ સાથે ચોખ્ખા ખરીદદારો છે જે સપ્ટેમ્બરની શરૂઆતની ખરીદીને આભારી માનવામાં આવે છે. જોકે હવે રોકાણની ગતિ ધીમી પડી છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યા બાદ વેચાણની શરૂઆત થઈ હતી. આ દરમિયાન ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો અને 80 રૂપિયાની સપાટી વટાવી ગયો છે.

વર્ષ 2022 ના ઓગસ્ટ સુધી FII નું રોકાણ આ મુજબ રહ્યું હતું

Date Gross Purchase Gross Sales Net Purchase / Sales
August 193,337.27 171,311.65 22,025.62
July 143,497.20 150,064.91 -6,567.71
June 120,951.61 179,063.98 -58,112.37
May 184,378.97 238,671.44 -54,292.47
April 147,478.46 188,131.17 -40,652.71
March 203,610.95 246,892.26 -43,281.31
February 136,263.82 181,983.89 -45,720.07
January 141,177.65 182,524.00 -41,346.35

જુલાઈથી ખરીદી શરૂ થઈ હતી

જૂન સુધીમાં FPIsએ ભારતીય બજારોમાં જોરદાર વેચવાલી કરી હતી. જો કે, જુલાઈમાં પવન બદલાયો અને વિદેશી રોકાણકારો રૂ. 4,989 કરોડના રોકાણ સાથે ચોખ્ખા ખરીદદાર તરીકે ઉભરી આવ્યા હતા. આ પછી ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 51,204 કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ વર્ષનું સૌથી વધુ માસિક રોકાણ હતું. 16 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહ સુધી પણ વિદેશી રોકાણકારોએ રૂ.12084 કરોડનું રોકાણ કર્યું હતું.

જૂન સુધી વેચાણ કરાયું

NSDLના ડેટા અનુસાર આ વર્ષના પ્રથમ 6 મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી. તેણે આ સમયગાળા દરમિયાન ભારતીય બજારમાંથી 2,17,358 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. સૌથી વધુ વેચાણ જૂનમાં રૂ. 50,203 કરોડ સાથે થયું હતું. તે પછી શરૂ થયેલી ખરીદી બાદ આ વર્ષે અત્યાર સુધીમાં FPI આઉટફ્લો ઘટીને રૂ. 1,52,527 કરોડ થઈ ગયો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો

શુક્રવારે સેન્સેક્સ 1020 પોઈન્ટ (1.73 ટકા) ઘટીને 58,098ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 302 પોઈન્ટ (1.72 ટકા) ઘટીને 17,327ની સપાટીએ પહોંચ્યો હતો. આ મહિને આરબીઆઈની એમપીસીની બેઠક પણ યોજાવાની છે જેમાં રેપો રેટ ફરી એકવાર વધારવામાં આવી શકે છે.

Next Article