રોકાણકારોને રડાવનાર Paytm ના ફાઉન્ડરને પણ ભારે નુકસાન, વિજય શેખર શર્મા હવે નહિ કહેવાય અબજપતિ

|

Mar 17, 2022 | 7:29 AM

સ્ટોક એક્સચેન્જમાં પહેલા દિવસથી પેટીએમના સ્ટોકમાં ઘટાડો થવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને સ્ટોક 70 ટકાથી વધુ ઘટી ગયો છે. IPO ની કિંમત રૂ. 2150 થી શેર રૂ. 584 ના સ્તરે ગબડી ગયો છે.

રોકાણકારોને રડાવનાર Paytm ના ફાઉન્ડરને પણ ભારે નુકસાન, વિજય શેખર શર્મા હવે નહિ કહેવાય અબજપતિ
Vijay Shekhar Sharma - CEO , Paytm

Follow us on

Paytmના શેરમાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે પરંતુ કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા(Vijay Shekhar Sharma)એ શેર પટકાવાથી અબજોપતિ હોવાની પ્રતિષ્ઠા ગુમાવી છે. ફોર્બ્સના ડેટા પરથી આ વાત બહાર આવી છે. IPO ની કિંમત રૂ. 2150 થી શેર રૂ. 572 ના સ્તરે ગબડી ગયો છે. Paytm જ્યારે IPO સાથે બહાર આવ્યું ત્યારે તેનું માર્કેટ કેપિટેશન રૂ. 1,39,000 કરોડ હતું જે હવે ઘટીને રૂ. 40000 કરોડની નજીક આવી ગયું છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યા પછી પેટીએમના શેરમાં વધુ ઘટાડો થયો છે.

One 97 Communications Ltd – Paytm

Last Closing 634.80 INR+42.35 (7.15%)
Mkt cap 41.15TCr
52-wk high 1,955.00
52-wk low 572

Paytmના સ્થાપકની સંપત્તિમાં ઘટાડો

ફોર્બ્સ અનુસાર વિજય શેખર શર્માની સંપત્તિ 999 મિલિયન ડોલર એટલે કે 7600 કરોડ રૂપિયા રહી છે જે Paytmના IPO પહેલા 2.35 અબજ ડોલર એટલે કે 17,800 કરોડ રૂપિયા હતી. Paytmના શેરમાં ઘટાડાને કારણે વિજય શેખર શર્માની સંપત્તિમાં રૂ. 10,000 કરોડનો ઘટાડો થયો છે. 18 નવેમ્બરે પેટીએમના સ્ટોક એક્સચેન્જમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી દરરોજ 86 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Paytm એ રોકાણકરોને નિરાશ કર્યા

સ્ટોક એક્સચેન્જમાં પહેલા દિવસથી પેટીએમના સ્ટોકમાં ઘટાડો થવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને સ્ટોક 70 ટકાથી વધુ ઘટી ગયો છે. IPO ની કિંમત રૂ. 2150 થી શેર રૂ. 572 ના સ્તરે ગબડી ગયો છે. Paytm જ્યારે IPO સાથે બહાર આવ્યું ત્યારે તેનું માર્કેટ કેપિટેશન રૂ. 1,39,000 કરોડ હતું જે હવે ઘટીને રૂ. 40000 કરોડની નજીક આવી ગયું છે. એટલે કે IPO લોન્ચ થયા બાદ માર્કેટ કેપિટેશનમાં એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે Paytm IPO ઇતિહાસમાં 18,800 કરોડ રૂપિયાનો સૌથી મોટો IPO લાવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

RBIની કાર્યવાહી બાદ Paytm નો શેર વધુ તૂટ્યો

આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યા પછી પેટીએમના શેરમાં વધુ ઘટાડો થયો છે. RBI એ આદેશ આપ્યો છે કે Paytm Payments Bank Limited હવે IT ઑડિટર્સના રિપોર્ટની સમીક્ષા બાદ RBI પાસેથી પરવાનગી મેળવ્યા પછી જ નવા ગ્રાહકો ઉમેરી શકશે. તે જ સમયે Paytm પેમેન્ટ્સ બેંકે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે RBI દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર લાદવામાં આવેલ પ્રતિબંધ ચીનની કંપનીઓના ડેટા લીક થવાને કારણે લાદવામાં આવ્યો છે.

IPO ના વેલ્યુએશનને લઈ પ્રશ્નો ઉઠ્યા હતા

તમામ નિષ્ણાતોએ કંપની દ્વારા IPOના મૂલ્યાંકન અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ખોટ કરતી કંપનીના આઈપીઓનું વેલ્યુએશન ઘણું ઊંચું જણાય છે. તેથી Paytm IPO ના ઉદાહરણ સાથે નિષ્ણાત કહે છે કે નવી કંપનીમાં રોકાણ કરતા પહેલા વ્યક્તિએ મૂલ્યાંકન તપાસવું જોઈએ.

આ પણ વાંચો : એક શેરની કિંમત પોણા ચાર કરોડ કરતા પણ વધુ, જાણો વિશ્વના સૌથી મોંઘા સ્ટોક વિશે

આ પણ વાંચો : Mutual Fund માં રોકાણ વધુ સુરક્ષિત બન્યું, SEBI એ યુનિટ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શિકા જાહેર કરી

Next Article