Dividend Stocks : બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રોકાણકારોને વધારાનો ફાયદો આપશે, વાંચો વિગતવાર

Federal Bank Limited Q4 Results : ફેડરલ બેંક લાંબા સમયથી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો એક ભાગ છે. રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પોર્ટફોલિયો સંભાળી રહી છે. 31 માર્ચ, 2023ના રોજ કોર્પોરેટ ફાઇલિંગ મુજબ રેખા ઝુનઝુનવાલા ફેડરલ બેંકમાં 2.3 ટકા હિસ્સો (48,213,440 ઇક્વિટી શેર) ધરાવે છે.

Dividend Stocks : બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રોકાણકારોને વધારાનો ફાયદો આપશે, વાંચો વિગતવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 11:37 AM

શેરબજારમાં પરિણામની સિઝન ચાલી રહી છે. કંપનીઓ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર (Q4FY23) માટે પરિણામો જાહેર કરી રહી છે. આ સાથે તે ડિવિડન્ડ(Dividend)ની પણ જાહેરાત કરી રહી છે. ખાનગી ક્ષેત્રની ફેડરલ બેંક લિમિટેડે Q4 ના પરિણામો(Federal Bank Limited Q4 Results) જાહેર કર્યા. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રૂ. 903 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. કંપનીએ શેરધારકો માટે ઈક્વિટી શેર દીઠ 50 ટકાના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ બેંક સ્ટોક લાંબા સમયથી ઝુનઝુનવાલા પોર્ટફોલિયોમાં સામેલ છે. પરિણામ જાહેર થયા બાદ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ટ્રેડિંગ સેશનના અંતે તે 8.18 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

50%  ડિવિડન્ડ જાહેર કરાયું

શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, ફેડરલ બેંકના બોર્ડે રોકાણકારોને FY23 માટે પ્રતિ ઈક્વિટી શેર દીઠ 1 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીની ફેસ વેલ્યુ ઈક્વિટી શેર દીઠ રૂ. 2 છે. આ રીતે, રોકાણકારોને ડિવિડન્ડમાંથી ઈક્વિટી શેર દીઠ 50%ની મજબૂત આવક મળશે. BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 27,271.34 કરોડ છે. ફેડરલ બેન્કનો શેર 5 મે 2023ના રોજ 8.18 ટકા ઘટીને રૂ. 128 પર બંધ થયો હતો.

ફેડરલ બેંક લાંબા સમયથી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો એક ભાગ છે. રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પોર્ટફોલિયો સંભાળી રહી છે. 31 માર્ચ, 2023ના રોજ કોર્પોરેટ ફાઇલિંગ મુજબ રેખા ઝુનઝુનવાલા ફેડરલ બેંકમાં 2.3 ટકા હિસ્સો (48,213,440 ઇક્વિટી શેર) ધરાવે છે. 5 મે, 2023ના રોજ તેની હોલ્ડિંગ વેલ્યુ 622 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં સ્ટોકનું વળતર અત્યાર સુધીમાં લગભગ 41 ટકા રહ્યું છે.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

Q4FY23 ના પરિણામો કેવા રહ્યા?

ફેડરલ બેંકને જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરમાં 903 કરોડનો ચોખ્ખો નફો થયો છે. જેના કારણે ગયા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં બેંકે 540 કરોડનો નફો કર્યો હતો. વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 67 ટકા વધ્યો છે. વાર્ષિક ધોરણે માર્ચ 2023 ક્વાર્ટરમાં બેંકનો કાર્યકારી નફો પણ 798 કરોડ રૂપિયાથી વધીને 1334 કરોડ રૂપિયા થયો છે.

શેરબજારને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે ચોથા ક્વાર્ટર (Q4FY23)માં તેની કુલ આવક વધીને 5455 કરોડ રૂપિયા થઈ ગઈ, જે ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરમાં 3948 કરોડ રૂપિયા હતી. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે. બેંકની ગ્રોસ એનપીએ 2.80 ટકાથી ઘટીને 2.36 ટકા થઈ છે. નેટ એનપીએ પણ 0.96 ટકા ઘટીને 0.69 ટકા પર આવી છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">