AMUL એ બિગબુલને તેની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જાણો શું કહ્યું Rakesh Jhunjhunwala માટે

|

Aug 19, 2022 | 3:37 PM

ડેરી બ્રાન્ડ અમૂલ ભૂતકાળમાં દેશની મોટી ઈવેન્ટ્સ પર આકર્ષક જાહેરાતો  કરતી રહી છે. અમૂલ દરેક મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તેની જાહેરાતને માધ્યમ બનાવે છે.

AMUL એ બિગબુલને તેની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જાણો શું કહ્યું Rakesh Jhunjhunwala માટે
Amul pays tribute to Rakesh Jhunjhunwala

Follow us on

ભારતીય શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)એ ગયા રવિવારે આ દુનિયાને અલવિદા કહ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત ઘણા મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ડેરી બ્રાન્ડ અમૂલ (AMUL) એ તેમની પોતાની અલગ શૈલીમાં રાકેશ ઝુનઝુનવાલાને શ્રદ્ધાંજલિ આપી છે જે હાલમાં ચર્ચામાં છે. અમૂલના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે જેમાં લખ્યું છે… “ભારતના મહાન બિગ  બુલને શ્રદ્ધાંજલિ!.” કૅપ્શન સાથે પોસ્ટ કર્યું છે. આ પોસ્ટરમાં ઝુનઝુનવાલાને ખુરશી પર બેઠેલા બતાવવામાં આવ્યા છે અને તેની સાથે એક બુલ પણ છે. બિગ બુલ જાહેરાતમાં હાથ મિલાવતો જોવા મળે છે. આ જાહેરાતમાં ઉપર લખવામાં આવ્યું છે કે, “તમારી તાકાતથી ઉંચા બનો.” આ જાહેરાતમાં ઝુનઝુનવાલાના મહાન વ્યક્તિત્વ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

અમૂલ અગાઉ પણ આવા પોસ્ટર જાહેર કરી ચૂક્યું છે

ડેરી બ્રાન્ડ અમૂલ ભૂતકાળમાં દેશની મોટી ઈવેન્ટ્સ પર આકર્ષક જાહેરાતો  કરતી રહી છે. અમૂલ દરેક મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તેની જાહેરાતને માધ્યમ બનાવે છે. અમૂલ ગર્લ લોકોમાં ખૂબ ફેમસ છે અને આવી જાહેરાતો પણ પસંદ કરવામાં આવે છે.

અમૂલના આ ટ્વીટ પર ઘણા લોકો કોમેન્ટ પણ કરે છે. એક યુઝરે લખ્યું કે, “સેલ્ફ અચીવરને છેલ્લી સલામ.” અન્ય યુઝર્સે કોમેન્ટ કરી, “બિગ બુલને શ્રદ્ધાંજલિ.” જ્યારે ઘણા લોકો ઝુનઝુનવાલાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ઘણા યુઝર્સ અમૂલના ઉત્પાદનોની વધતી કિંમતો વિશે ફરિયાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે અમૂલના ઉત્પાદનો હવે બજેટની બહાર છે. અન્ય એક યુઝરે અમૂલને સલાહ આપતા લખ્યું, “અમૂલ જી પારલે જી પાસેથી શીખો, પરિસ્થિતિ ગમે તે હોય, તેને કિંમતમાં વધારો ન કર્યો.”

5000 રૂપિયાથી શેર માર્કેટમાં શરૂઆત કરી હતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ઝુનઝુનવાલાએ વર્ષ 1985માં માત્ર પાંચ હજાર રૂપિયાના રોકાણ સાથે શેરબજારમાં શરૂઆત કરી હતી. હાલમાં તેમના ઇક્વિટી પોર્ટફોલિયોનું મૂલ્ય હાજરી કરોડમાં છે. ટાટા ગ્રુપની કંપની ટાઇટન તેમનો ફેવરિટ સ્ટોક માનવામાં આવે છે. ટાઇટનમાં તેમની હોલ્ડિંગ આશરે રૂ. 11,000 કરોડની છે. તેણે બીજી ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું હતું. તેણે ત્રણ ડઝનથી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું હતું. તાજેતરમાં તેણે અકાસા એર સાથે એરલાઈન્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો.

 

Published On - 3:37 pm, Fri, 19 August 22

Next Article