Sensex ની ટોચની 10 કંપનીઓ પૈકી 7 ની માર્કેટ કેપમાં 1.34 લાખ કરોડનો ઘટાડો, જાણો કોણ રહયું Top Loser

|

Sep 26, 2022 | 8:30 AM

ગત સપ્તાહે વિદેશી રોકાણકારોએ પણ ભારતીય શેરબજારમાં વેચવાલી શરૂ કરી હતી. અગાઉ તે જુલાઈથી સતત ખરીદી કરી રહ્યાં હતા. 16 સપ્ટેમ્બર સુધી જે રોકાણ 12 હજાર કરોડ હતું તે ઘટીને 8000 કરોડની નજીક આવી ગયું છે.

Sensex ની ટોચની 10 કંપનીઓ પૈકી 7 ની માર્કેટ કેપમાં 1.34 લાખ કરોડનો ઘટાડો, જાણો કોણ રહયું Top Loser
symbolic image

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં ગત સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓ(Sensex Top -10 Companies)માંથી સાત કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 1,34,139.14 કરોડનો ઘટાડો નોંધાયો હતો. ગયા અઠવાડિયે BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 741.87 પોઈન્ટ અથવા 1.26 ટકાના નુકસાનમાં હતો. રિપોર્ટિંગ સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, બજાજ ફાઇનાન્સ અને આઇટીસી સિવાય 7 અન્ય કંપનીઓની મૂડીમાં ઘટાડો થયો હતો.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 40,558.31 કરોડ ઘટીને રૂ. 16,50,307.10 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ કેપ પણ રૂ. 25,544.89 કરોડ ઘટીને રૂ. 8,05,694.57 કરોડ થયું છે.

Sensex Top -10 Companies

Company Name Closing Market Capitalization ( Cr.)
RELIANCE INDUSTRIES LTD. 2439.35 1650307.1
TATA CONSULTANCY SERVICES LTD. 2982.8 1091421.84
HDFC Bank Ltd 1446.5 805694.57
HINDUSTAN UNILEVER LTD. 2679.3 629525.99
ICICI BANK LTD. 882.75 614962.99
INFOSYS LTD. 1365.25 574463.54
STATE BANK OF INDIA 550.45 491255.25
Bajaj Finance Limited 7506.7 454477.56
Adani Transmission Ltd 3869.7 431662.2
ITC LTD. 346.25 429198.61

આ પાંચ કંપનીઓના વેલ્યુએશનમાં ઘટાડો

અદાણી ટ્રાન્સમિશનનું મૂડીકરણ રૂ. 24,630.08 કરોડ ઘટીને રૂ. 4,31,662.20 કરોડ અને ICICI બેન્કનું મૂડીકરણ રૂ. 18,147.49 કરોડ ઘટીને રૂ. 6,14,962.99 કરોડ થયું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ કેપ રૂ. 9,950.94 કરોડ ઘટીને રૂ. 4,91,255.25 કરોડ થયું છે. આ ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ કેપ રૂ. 9,458.65 કરોડ ઘટીને રૂ. 10,91,421.84 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5,848.78 કરોડ ઘટીને રૂ. 5,74,463.54 કરોડ થયું હતું.

આ કંપનીઓની માર્કેટ કેપમાં વધારો

આ વલણથી વિપરીત હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂ. 35,467.08 કરોડ વધીને રૂ. 6,29,525.99 કરોડ થયું હતું. ITCનું મૂડીકરણ રૂ. 20,381.61 કરોડના વધારા સાથે રૂ. 4,29,198.61 કરોડ થયું છે. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 13,128.73 કરોડ વધીને રૂ. 4,54,477.56 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, ઇન્ફોસિસ, SBI, બજાજ ફાઇનાન્સ, અદાણી ટ્રાન્સમિશન અને ITC આવે છે.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

વિદેશી રોકાણકારોએ વેચાણ કર્યું

ગત સપ્તાહે વિદેશી રોકાણકારોએ પણ ભારતીય શેરબજારમાં વેચવાલી શરૂ કરી હતી. અગાઉ તે જુલાઈથી સતત ખરીદી કરી રહ્યાં હતા. 16 સપ્ટેમ્બર સુધી જે રોકાણ 12 હજાર કરોડ હતું તે ઘટીને 8000 કરોડની નજીક આવી ગયું છે.આનો અર્થ એ થાય છે કે વિદેશી રોકાણકારોએ ગત અઠવાડિયે આશરે રૂ. 4,000 કરોડના શેર વેચ્યા છે. ગયા અઠવાડિયે શુક્રવારે સેન્સેક્સમાં 1020 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જે 58098થી સહેજ ઉપર હતો અને નિફ્ટી 302 પોઈન્ટ ઘટીને 17327ના સ્તરે હતો.

Next Article