Adani Wilmar IPO: અદાણી વિલ્મરનો IPO 27 જાન્યુઆરી 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO 31 જાન્યુઆરી, 2022ના રોજ બંધ થશે. કંપનીએ આ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂપિયા 218 થી રૂપિયા 230 નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા રૂપિયા 3600 કરોડ એકત્ર કરશે. IPO ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં તેની કિંમતો વધવા લાગી છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અદાણી વિલ્મરના શેરની કિંમત આજે ગ્રે માર્કેટમાં 65% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટ આ સ્ટોકને મોટા પ્રીમિયમ પર લિસ્ટ કરે તેવી શક્યતા વધી રહી છે.
અદાણી વિલ્મર એક FMCG ફૂડ કંપની છે. આ IPOની લોટ સાઈઝ 65 શેરની હશે. આ IPOમાં ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટનું રોકાણ કરી શકાય છે. આનો અર્થ એ છે કે આ IPOમાં ઓછામાં ઓછા રૂ 14,950 (₹ 230 x 65) અને વધુમાં વધુ રૂ 1,94,350 [(₹ 230 x 65) x 13] રોકાણ કરી શકાય છે.
અદાણી વિલ્મર આઈપીઓની ફાળવણીની તારીખ 3 ફેબ્રુઆરી, 2022 હશે. રિફંડ પ્રક્રિયા 4 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. આનો અર્થ એ થયો કે આ આઈપીઓમાં જેમને શેર મળશે તેમના નાણાંનું રિફંડ 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. અરજદારના ડીમેટ ખાતામાં અદાણી વિલ્મરને 7 ફેબ્રુઆરીએ જમા કરવામાં આવશે. સ્ટોક 8 ફેબ્રુઆરી, 2022ના રોજ NSE પર BSE પર લિસ્ટ થશે.
લિસ્ટિંગ બાદ ભારતીય શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી ગ્રૂપની તે સાતમી કંપની હશે. હાલમાં અદાણી ગ્રુપની છ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર,અદાણી ટોટલ ગેસ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિસ્ટેડ છે.
આ પણ વાંચો : Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ
આ પણ વાંચો : Amazon એ Future Retail ને લખી ચિઠ્ઠી, આ કંપની 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર