Stock Update : સપ્તાહના પેહલા દિવસે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો ? કરો એક નજર

|

Jul 12, 2021 | 11:12 AM

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ અડધા ટકાની મજબૂતીની દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1 ટકા નજીક વધીને કારોબાર થઈ રહ્યો છે.

Stock Update : સપ્તાહના પેહલા દિવસે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો ? કરો એક નજર
Stock Update

Follow us on

સપ્તાહના પેહલા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,694.27 સુધી ઉછળ્યો છે જયારે નિફટીએ 15,783.30 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ 0.5 ટકાથી વધુની વૃદ્ધિ દર્જ કરી છે. આ અગાઉ શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડો નોંધાવી બંધ થયું હતું .

સારા ગ્લોબલ સંકેતો સાથે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઘરેલું શેર બજારો મજબૂતી સાથે ખુલ્યાં હતા. સેન્સેક્સે 148 પોઇન્ટની નક્કર શરૂઆત આપી હતી અને નિફ્ટી પણ 77 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો હતો. કારોબાર દરમ્યાન બંને ઇન્ડેક્સ મજબૂત સ્થિતિ હાંસલ કરવામાં પણ સફળ રહ્યા છે.

આજે ફાર્મા સિવાય નિફ્ટીના અન્ય તમામ ક્ષેત્રના સૂચકઆંક લીલા નિશાનમાં છે. રિયલ્ટી, પીએસયુ બેંકો અને ઓટો શેરો બજારને વેગ આપી રહ્યા છે. નિફ્ટીનો રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 3% અને પીએસયુ બેન્કનો ઇન્ડેક્સ લગભગ 1% ની મજબૂતાઈ દર્શાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ અડધા ટકાની મજબૂતીની દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1 ટકા નજીક વધીને કારોબાર થઈ રહ્યો છે. ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, એફએમસીજી, ઑટો અને આઈટીમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે

પ્રારંભિક કારોબારમાં આ શેરમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો છે.

લાર્જકેપ

વધારો : અલ્ટ્રા સિમેન્ટ, ટાટા કંઝ્યુમર, મારૂતિ સુઝુકી, ગ્રાસિમ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક
ઘટાડો : એચડીએફસી બેન્ક, બજાજ ફિનસર્વ, હિંડાલ્કો, એચયુએલ, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલ.

 

મિડકેપ
વધારો : મોતિલાલ ઓસવાલ, કંટેનર કૉર્પ, ઓબરોય રિયલ્ટી, ફેડરલ બેન્ક અને ઈન્ડિયન હોટલ્સ
ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, મેક્સ ફાઈનાન્શિયલ, અજંતા ફાર્મા અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ

 

સ્મૉલકેપ
વધારો : ઉજ્જીવન ફાઈનાન્શિયલ, ઈક્વિટાસ હોલ્ડિંગ્સ, ઈક્વિટાસ બેન્ક અને કિટેક્સ ગાર્મેનટ્સ અને ગ્રેવિટા ઈન્ડિયા
ઘટાડો : બેન્કો રેમકી ઈન્ફ્રા, ભણશાલી એન્જિનયર, નોવાર્ટીસ ઈન્ડિયા, મેટ્રોપોલિસ અને એબી મની

 

Next Article