Stock Update : પ્રારંભિક તેજી વચ્ચે શેર બજારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? કરો એક નજર

|

Jul 27, 2021 | 10:08 AM

આજે સેન્સેક્સ 143 અંક વૃદ્ધિ સાથે 52,995.72 પર ખુલ્યો તો નિફ્ટી 36 પોઇન્ટ ઉપર 15,860ની સપાટીએ કારોબાર શરૂ કર્યો હતો.

Stock Update : પ્રારંભિક તેજી વચ્ચે શેર બજારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? કરો એક નજર
Symbolic Image

Follow us on

આજે શેર બજાર(Stock Market)માં જોરદાર ખરીદી થઈ રહી છે. સેન્સેક્સ(Sensex) 53,000 ની નજીક કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી(Nifty) 15900 નજીક પહોંચ્યો છે. તો નિફટી પણ નિફ્ટીની મિડ કેપ લગભગ અડધા ટકા અને સ્મોલ કેપ લગભગ એક ટકા જેટલી ઉપર છે. નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજી દર્શાવે છે. આજે યુએસ અને એશિયામાં મજબૂત વલણો વચ્ચે સ્થાનિક શેરબજાર પણ સારી સ્થિતિમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 143 અંક વૃદ્ધિ સાથે 52,995.72 પર ખુલ્યો તો નિફ્ટી 36 પોઇન્ટ ઉપર 15,860ની સપાટીએ કારોબાર શરૂ કર્યો હતો.

ગ્લોબલ માર્કેટથી પોઝિટિવ સંકેત જોવા મળ્યા છે. એશિયાના બજારોમાં મજબૂત શરૂઆત થઈ છે. SGX NIFTY માં 0.4 ટકાની તેજી જોવાને મળી રહી છે. બીજી તરફ અમેરિકી બજારોમાં પણ રેકૉર્ડ તેજી દેખાઈ હતી. DOW 83 માં અંકનો વધારોનોંધાયો હતો. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.28% ની નજીક રહ્યા છે. આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 40.50 અંકના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. જાપાનનું માર્કેટ NIKKEI માં 0.35 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં અડધા ટકા નજીક મજબૂતીની સ્થિતિ દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પોણા ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. રિયલ્ટી , ઑટો , પીએસયુ બેન્ક , ફાર્મા , એફએમસીજી , મેટલ , આઈટી , પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસ વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. આજના પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને કયા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરીએ એક નજર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લાર્જકેપ
વધારો : હિંડાલ્કો, એસબીઆઈ લાઈફ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી અને એચડીએફસી લાઈફ
ઘટાડો : એક્સિસ બેન્ક, એલએન્ડટી, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી, બ્રિટાનિયા, અદાણી પોર્ટ્સ અને ભારતી એરટેલ

મિડકેપ શેર
વધારો : જુબિલન્ટ ફૂડ્ઝ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, અપોલો હોસ્પિટલ, સન ટીવી નેટવર્ક અને મેક્સ ફાઈનાન્શિયલ
ઘટાડો : અદાણી પાવર, અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, ઝિ એન્ટરટેનમેન્ટ અને આરઈસી

સ્મૉલકેપ
વધારો : મન ઈન્ડસ્ટ્રીઝ, આઈનોક્સ લિઝર, ઈક્વિટાસ હોલ્ડિંગ્સ, કેપલિન લેબ્સ અને ઈક્વિટાસ બેન્ક
ઘટાડો : એલેમ્બિક ફાર્મા, વિસાકા ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા એડવર્ટાઈઝ, અપોલો પાઈપ્સ અને ગિલ

Next Article