Stock Update : નરમાશ સાથે કારોબારની શરૂઆત વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો ? જાણો અહેવાલ દ્વારા

|

Jul 14, 2021 | 10:27 AM

મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 0.76% નો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 397 અંક વધીને 52,769.73 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી 119.75 પોઇન્ટ વધીને 15,812.35 ની સપાટીએ બંધ રહ્યો હતો.

Stock Update : નરમાશ સાથે કારોબારની શરૂઆત વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો ? જાણો અહેવાલ દ્વારા
Stock Update

Follow us on

ભારતીય શેરબજાર(Stock Market)માં આજે પ્રારંભિક નરમાશ નજરે પડી રહી છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)માં નબળાઇ દર્શાવી રહ્યાછે. શરૂઆતી સત્રમાં સેન્સેક્સ લગભગ 150 પોઇન્ટ નીચે જ્યારે નિફ્ટી 15780 આસપાસ નજરે પડ્યો હતો. નાના અને મધ્યમ શેરોમાં રોકાણકારો વધુ રસ લઈ રહ્યા છે. નિફ્ટીના મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકઆંકમાં મજબૂતી દેખાઈ હતી.

વૈશ્વિક બજારના આજે નબળા સંકેત રહયા હતા. અમેરિકા, યુરોપ અને એશિયાના બજારોમાં નબળાઇ વચ્ચે આજે ઘરેલું બજાર ખુલ્યું હતું. સેક્ટર ઇન્ડેક્સમાં આઈટી શેરોમાં ખરીદીને બજારને ટેકો આપ્યો છે. નિફ્ટી આઇટીમાં અડધા ટકાનો વધારો થયો છે. રિયલ્ટી, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં બજારમાં વેચવાનું દબાણ વધી રહ્યું છે જેમાં લગભગ અડધામાં નબળાઇ છે.

આ અગાઉ છેલ્લા સત્રમાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 0.76% નો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 397 અંક વધીને 52,769.73 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી 119.75 પોઇન્ટ વધીને 15,812.35 ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 21 શેરો અને નિફ્ટીના 34 શેરોમાં મજબૂતી નોંધાઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 13 જુલાઇએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 113.83 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.જયારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ 344.19 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી. આ મહિનામાં અત્યાર સુધીમાં તેણે 2,695 કરોડ રૂપિયાના શેર ખરીદાયા છે. FIIએ રૂ 4,888 કરોડના શેર વેચ્યા છે.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં વધારો દેખાઈ રહ્યો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં મજબૂતી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. NSEના સેક્ટરોયિલ ઈન્ડેક્સમાં ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે ફાર્મા અને આઈટી શેરોમાં વધારો દેખાય રહ્યો છે.

એક નજર આજના કારોબારના ગેઈનર અને લોસર સ્ટોક્સ ઉપર

લાર્જકેપ
ઘટાડો : મારૂતિ સુઝુકી, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક અને જેએસડબ્લ્યુ સ્ટીલ
વધારો : ટેક મહિન્દ્રા, એલએન્ડટી, ઓએનજીસી, એચસીએલ ટેક, કોલ ઈન્ડિયા, પાવર ગ્રિડ અને બીપીસીએલ

મિડકેપ
ઘટાડો : મેક્સ ફાઈનાન્શિયલ, ઓબરોય રિયલ્ટી, આદિત્ય બિરલા ફેશન, ગોદરેજ પ્રોપર્ટી અને જિંદાલ સ્ટીલ
વધારો : એમફેસિસ, બેયર કૉર્પસાઈન્સ, ક્રિસિલ, ગ્લેક્સોસ્મિથ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ

સ્મૉલકેપ 
ઘટાડો : અલંકિત, સારેગામા ઈન્ડિયા, શ્રી રેણુકા, બજાજ હિંદુસ્તાન અને ક્વેસ કૉર્પ
વધારો : કિટેક્સ ગાર્મેન્ટ્સ, હેપિએસ્ટ માઈન્ડ્સ, એબી મની, સ્ટીલ સ્ટેર વ્હિલ્સ અને ઈન્ડો કાઉન્ટ

Next Article