Stock Update : સર્વોચ્ચ સપાટીએ પહોંચેલા શેરબજારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલ દ્વારા

|

Jul 16, 2021 | 9:56 AM

ગુરુવારે રેકોર્ડ સપાટીએ પહોંચી ગયેલ બજારમાં આજે પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.આજે સેન્સેક્સ(Sensex) 86 અંકના વધારા સાથે 53244 પર ખુલ્યો છે જ્યારે નિફ્ટી(Nifty)એ 15958 પર 34 પોઇન્ટના વધારા સાથે મજબૂત શરૂઆત આપી હતી.

Stock Update : સર્વોચ્ચ સપાટીએ પહોંચેલા શેરબજારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલ દ્વારા
Stock Update

Follow us on

ભારતીય શેર બજાર(Stock Market)ની શરૂઆત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે મજબૂત થઇ હતી. ગુરુવારે રેકોર્ડ સપાટીએ પહોંચી ગયેલ બજારમાં હજુ આજે પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.આજે સેન્સેક્સ(Sensex) 86 અંકના વધારા સાથે 53244 પર ખુલ્યો છે જ્યારે નિફ્ટી(Nifty)એ 15958 પર 34 પોઇન્ટના વધારા સાથે મજબૂત શરૂઆત આપી હતી.

ગુરુવારે બજારમાં ઓલ-ટાઇમ હાઇ લેવલના નવા રેકોર્ડ્સ બનાવ્યા. સેન્સેક્સ 53,266 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 15,952 ની ટોચની સપાટી દર્જ કરી હતી. બંને મહત્વપૂર્ણ સ્ટોક ઇન્ડેક્સ બંધ ઉચ્ચતમ સ્તરે થયા હતા. વિદેશી બજારમાં અનુકૂળ વાતાવરણ અને દેશમાં કોરોનાની બીજી લહેરના અંતને કારણે ટેકનોલોજી કંપનીઓ ઉપરાંત રિયલ એસ્ટેટ અને સિમેન્ટ શેરોમાં ખરીદી રહી હતી.

સેન્સેક્સ આ વર્ષે 11.5% વધ્યો છે જ્યારે તેણે એક વર્ષમાં 47.50% રિટર્ન આપ્યું છે. નિફ્ટીએ જાન્યુઆરીથી 14% રિટર્ન આપ્યું છે જ્યારે તે એક વર્ષમાં 50% બાંધ્યો છે. વર્ષ 2021 માં મિડ કેપ ઇન્ડેક્સ 33% અને છેલ્લા એક વર્ષના સમયગાળામાં 85% વધ્યો છે તો સ્મોલ કેપ્સે એક વર્ષમાં 115% અને આ વર્ષે 46% રિટર્ન આપ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 15 જુલાઈએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 264.77 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા જયારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ ગુરુવારે રૂ 439.41 કરોડના શેરની ખરીદી કરી હતી.

કરો એક નજર આજના લોસર્સ અને ગેઈનર્સ સ્ટોકસ  ઉપર 

TOP GAINERS
Company Name High Low Last Price Prev Close Change Gain (%)
Divis Labs 4,740.00 4,620.00 4,734.05 4,607.30 126.75 2.75
Sun Pharma 693.45 682.65 693.05 683 10.05 1.47
Cipla 988.8 973.6 987.7 973.6 14.1 1.45
ITC 209.5 207.2 209.05 206.25 2.8 1.36
Bharti Airtel 531.85 525.95 531.75 525.45 6.3 1.2

 

 

TOP LOSERS
Company Name High Low Last Price Prev Close Change Loss(%)
Eicher Motors 2,671.30 2,607.80 2,621.80 2,667.50 -45.7 -1.71
HCL Tech 1,048.75 1,026.10 1,027.80 1,039.75 -11.95 -1.15
Tech Mahindra 1,118.30 1,100.60 1,101.00 1,112.45 -11.45 -1.03
ONGC 117.4 115.75 115.9 116.9 -1 -0.86

Published On - 9:54 am, Fri, 16 July 21

Next Article