Stock Update : કોરોનના નવા વેરિએન્ટની ચિંતાએ બજારનો માહોલ બગાડયો? જાણો ક્યાં ક્યાં શેર પટકાયા

|

Nov 26, 2021 | 11:05 AM

બ્રિટિશ નિષ્ણાતોએ બોત્સ્વાનામાં ઉભરી આવેલા નવા કોવિડ વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે, જે વાયરસનું અત્યાર સુધીનું સૌથી વધુ મ્યુટેડ વર્ઝન છે. અત્યાર સુધી આ સ્ટ્રેનના માત્ર 10 કેસ નોંધાયા છે જેની એશિયાના અન્ય બજારો સાથે ભારતીય શેરબજાર ઉપર પણ વિપરીત અસર પડી છે.

Stock Update : કોરોનના નવા વેરિએન્ટની ચિંતાએ બજારનો માહોલ બગાડયો? જાણો ક્યાં ક્યાં શેર પટકાયા
symbolic image

Follow us on

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગમાં સેન્સેક્સ 1436પોઈન્ટ તૂટી ગયો છે જ્યારે નિફ્ટી 17100 નજીક આવી ગયો છે. બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે.

બેન્ક અને ફાયનાન્શીયલ ઇન્ડેક્સ નિફ્ટી પર 1.5 ટકાથી વધુ નીચે છે. PSU બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સ 2 ટકાથી વધુ નબળા પડ્યા છે. આઈટી, મેટલ, એફએમસીજી અને ઓટો શેરોમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. જો કે ફાર્મા શેરોમાં થોડી ખરીદી જોવા મળી રહી છે. BSE ની માર્કેટ કેપ લિસ્ટેડ કંપનીઓમાં 2.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. લાર્જ કેપ શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 30ના 28 શેરો લાલ નિશાનમાં ગયા છે. ટોપ લૂઝર્સમાં મારુતિ, કોટકબેંક, બજાજફિન્સવી, એચડીએફસી, બાજફાઇનન્સ, ટાટાસ્ટીલ, ટાઇટન, એસબીઆઇ, એનટીપીસી અને રિલાયન્સનો સમાવેશ થાય છે.

બ્રિટિશ નિષ્ણાતોએ બોત્સ્વાનામાં ઉભરી આવેલા નવા કોવિડ વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે, જે વાયરસનું અત્યાર સુધીનું સૌથી વધુ મ્યુટેડ વર્ઝન છે. અત્યાર સુધી આ સ્ટ્રેનના માત્ર 10 કેસ નોંધાયા છે, જેને ‘NU’ નામ આપી શકાય છે પરંતુ તે પહેલાથી જ ત્રણ દેશોમાં જોવામાં આવ્યું છે જે સૂચવે છે કે વેરિઅન્ટ વધુ વ્યાપક છે. તેમાં 32 પરિવર્તનો છે જેમાંથી ઘણા રસી-પ્રતિરોધક અને ચેપી છે. આ અહેવાલોએ વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે જેની એશિયાના અન્ય બજારો સાથે ભારતીય શેરબજાર ઉપર પણ વિપરીત અસર પડી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઘાતક સ્વરૂપ હોવાનો ભય
ઇમ્પિરિયલ કૉલેજના વાઇરોલોજિસ્ટ ડૉ. ટોમ પીકોક જેમણે સૌપ્રથમ આ વેરિએન્ટનો ફેલાવો જોયો તેમણે પરિવર્તનના સંયોજનને ‘ભયંકર’ ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે B.1.1.1.529, તેનું વૈજ્ઞાનિક નામ, ડેલ્ટા સહિત અન્ય કોઈપણ વસ્તુ કરતાં ‘ખરાબ’ હોવાની સંભાવના ધરાવે છે. મીડિયા સાથે વાત કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેના મ્યુટેશનની વધુ સંખ્યા વિરુદ્ધ પરિસ્થિતિ તરીકે કામ કરી શકે છે અને તેને ‘અસ્થિર’ બનાવી શકે છે જેનાથી તેને ફેલાતો અટકાવી શકાય છે.

એક નજર શેર્સની હલચલ ઉપર
લાર્જકેપ
ઘટાડો : ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, એચડીએફસી, બજાજ ફિનસર્વ અને ગ્રાસિમ
વધારો : સિપ્લા અને ડૉ.રેડ્ડીઝ

મિડકેપ
ઘટાડો : જેએસડબ્લ્યુ એનર્જી, ભારત ફોર્જ, ઈન્ડિયન હોટલ્સ, કેનેરા બેન્ક અને ગોદરેજ પ્રોપર્ટી
વધારો : એબી કેપિટલ, ક્રિસિલ, હનીવેલ ઓટોમોટિવ, અપોલો હોસ્પિટલ અને ટોરેન્ટ ફાર્મા

સ્મોલકેપ
ઘટાડો : કોવાઈ મેડિકલ, બીએલએસ ઈન્ટરનેશનલ, થોમસ કૂક, જીઆઈએસએલ અને અરવિંદ સ્માર્ટ
વધારો : ગ્રીનલમ ઈન્ડસ્ટ્રીઝ, ઓરમ પ્રોપટેક, રિલાયન્સ ઈન્ફ્રા, પેનેસિયા બાયોટેક અને રિલાયન્સ કેપિટલ

 

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1375 અંક પટકાયો, Sensex ના 30 માંથી 28 શેર તૂટ્યા

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

 

Next Article