Stock Tips : આ મેટલ સ્ટોક્સમાં રોકાણ 1 વર્ષમાં માલામાલ બનાવી શકે છે, જાણો બ્રોકરેજનું અનુમાન
ડોલર ઇન્ડેક્સ(Dollar Index)નો વૈશ્વિક ધાતુના ભાવ અને મેટલ સ્ટોકના ભાવ સાથે વિપરીત સંબંધ છે. જો ડૉલર મજબૂત થાય તો મેટલ શેરો વેરવિખેર થઈ જાય છે જ્યારે ઇન્ડેક્સ ઘટે છે ત્યારે મેટલ શેરો વેગ પકડે છે અને રોકાણકારો માટે કમાણી કરવાની તક મળે છે.

ડોલર ઇન્ડેક્સ(Dollar Index)નો વૈશ્વિક ધાતુના ભાવ અને મેટલ સ્ટોકના ભાવ સાથે વિપરીત સંબંધ છે. જો ડૉલર મજબૂત થાય તો મેટલ શેરો વેરવિખેર થઈ જાય છે જ્યારે ઇન્ડેક્સ ઘટે છે ત્યારે મેટલ શેરો વેગ પકડે છે અને રોકાણકારો માટે કમાણી કરવાની તક મળે છે. નાણાકીય વર્ષ 2023માં કાચા માલ અને મેટલ ફિનિશ્ડ ગૂડ્ઝના ભાવમાં સારો સુધારો જોવા મળ્યો હતો અને તે પછી તેજી પણ જોવા મળી રહી છે. એસબીઆઈ સિક્યોરિટીઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મેટલ શેરો વાજબી ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. રિસ્ક રીવોર્ડ ખૂબ જ આકર્ષક લાગે છે. મધ્યમ ગાળાના રોકાણકારો માટે અહીં રોકાણ કરીને કમાણીની તક ઊભી કરવામાં આવી રહી છે.
પોર્ટફોલિયોમાં મેટલ સ્ટોક્સ કેટલા રાખવા?
બ્રોકરેજે જણાવ્યું હતું કે ચીને તેની અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે. અમેરિકા અને યુરોપમાં માંગ સારી છે. આ સિવાય ડૉલર ઇન્ડેક્સ પણ સ્થિર જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં તેમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. બ્રોકરેજે મધ્યમ ગાળાના રોકાણકારોને મેટલ્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે રોકાણકારોએ રોકડમાં ખરીદી કરવી જોઈએ. મેટલ્સમાં પોર્ટફોલિયોના 5-7 ટકા સુધીનું રોકાણ કરો. આ કેટેગરીમાં, કુલ 7 શેરો માટે ખરીદીની સલાહ છે અને તમામ શેરોમાં સમાન રીતે રોકાણ કરવાની છે. આગામી 6-12 મહિના માટે આ શેરો માટે બ્રોકરેજ દ્વારા શું લક્ષ્યાંક આપવામાં આવ્યા છે તે જાણો…
ખરીદવા માટે શ્રેષ્ઠ મેટલ સ્ટોક્સ
- ટાટા સ્ટીલ(TATA Steel)માટે ટાર્ગેટ રૂપિયા 130 અપાયો છે જે 18 ટકા વધારે છે.
- હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ(Hindalco Industries)નો ટાર્ગેટ રૂપિયા 494 છે જે 20 ટકા વધારે છે.
- જિંદાલ સ્ટીલ એન્ડ પાવર(Jindal Steel and Power)નું લક્ષ્ય રૂ. 759 અપાયું છે જે 33% વધારે છે.
- શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી(Shyam Metalics & Energy) માટે રૂ. 535નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે લગભગ 60 ટકા વધારે છે.
- જિંદાલ સો લિમિટેડ(Jindal Saw Ltd)નો ટાર્ગેટ રૂ. 301 છે જે 28 ટકા ફાયદો આપી શકે છે.
- વેલસ્પન કોર્પ(Welspun Corp)ને રૂ. 323નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે 23 ટકા વધુ છે.
- ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત લિમિટેડ(Godawari Power & Ispat Ltd) માટે રૂ. 577નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે 23 ટકા વધુ છે.
ડિસ્ક્લેમર : અહેવાલમાં દર્શાવેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.