છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં તેજી જોવા મળી રહી છે અને સાથે જ જુદી-જુદી કંપનીઓ તેમના IPO લોન્ચ કરી રહી છે. ઘણા ઈન્વેસ્ટર્સ IPOમાં નાણાંનું રોકાણ કરી ટુંકા ગાળામાં નફો કમાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ઈન્વેસ્ટર્સ IPO ભરે છે ત્યારે દરેક લોકોને શેરની ફાળવણી થઈ શકતી નથી. ઉદાહરણ તરીકે, જો આપણે ટાટા ટેકનોલોજીસના IPO વિશે વાત કરીએ, તો રીટેલ ઈન્વેસ્ટર્સ મોટી સંખ્યામાં અરજી કરી હતી.
તેમાંથી અરજીના ગુણાંકમાં એક અરજી પર શેર ફાળવવામાં આવ્યા હતા. તેથી એ પ્રકારની એપ્લિકેશન તમે કરો કે જેમાં સિલેક્ટ થવાના ચાન્સ વધારે હોઈ. બજારના નિષ્ણાતોએ આ બાબતે કેટલીક ટીપ્સ આપી છે, જેના દ્વારા તમને IPO લાગવાની શક્યતા વધી જાય.
IPOમાં રોકાણ કરવા માટે જુદી-જુદી કેટેગરી હોય છે. જેમ કે ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ અને રિટેલ ઈન્વેસ્ટર્સ. તેમના માટે જુદા-જુદા હિસ્સા અનામત હોય છે. Khambatta સિક્યોરિટીઝના ગ્રુપ સીઈઓ અને ડાયરેક્ટર સુનિલ શાહે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે, જે કેટેગરીમાં વધારે શેર રિઝર્વ હોય તેમાં શેર મળવાની શક્યતા વધાર રહે છે. તેથી રોકાણકારોએ IPOમાં નાણાંનું રોકાણ કરતી વખતે રિટેલ અને બિન-સંસ્થાકીય કેટેગરી પર પણ ધ્યાન આપવું જોઈએ.
રોકાણકારો રિટેલ કેટેગરીમાં માત્ર 2 લાખ રૂપિયા સુધી જ રોકાણ કરી શકે છે. બિન-સંસ્થાકીય કેટેગરીમાં તે 2 લાખ રૂપિયાથી વધારે હોઈ શકે છે. તેમાં પણ બે પેટા કેટેગરી છે, સ્મોલ NIIમાં રોકાણ 2 થી 10 લાખ રૂપિયા છે અને બીગ NIIમાં 10 લાખથી વધારે ઈન્વેસ્ટમેન્ટ છે. QIBમાં મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, FII અને પ્રોવિડન્ટ ફંડ વગેરેનો સમાવેશ થાય છે.
માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો રોકાણકારો બીગ NII કેટેગરીમાં અરજી કરે છે તો તેઓને શેર મળવાની તકો વધી જાય છે. આ કેટેગરીમાં ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં, ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાના શેર મળવાની શક્યતા રહે છે.
સુનિલ શાહના જણાવ્યા અનુસાર, IPOમાં બધા જ રૂપિયાનું રોકાણ માત્ર તમારા ડીમેટ એકાઉન્ટ અને PAN દ્વારા ન કરો. તમે એક ડીમેટ અને પાન નંબર સાથે શેરના 10 લોટ માટે અરજી કરો છો. તેને એક જ અરજી ગણવામાં આવે છે. જો તે 10 લોટ ઘરના સભ્યોના ડીમેટ અને પાન નંબર પર અરજી કરવામાં આવે, તો તેને 10 અરજીઓ ગણવામાં આવશે. તેનાથી શેર મળવાની શક્યતા વધી જાય છે.
આ પણ વાંચો : INOX INDIA લિસ્ટિંગ: સુસ્ત બજારમાં પણ ipo રોકાણકારોને કર્યા માલામાલ, 44% પ્રીમિયમ સાથે રૂ. 949.65 પર શેર થયો લીસ્ટ
કેટલાક ઈન્વેસ્ટર્સ ગ્રે માર્કેટના પ્રીમિયમના આધારે IPOમાં રોકાણ કરે છે. સુનિલ શાહ માને છે કે તેના આધાર પર રોકાણ કરવું જોઈએ નહી, કારણ કે કેટલીક વખત તેમાં કૃત્રિમ ઉછાળો હોય છે જેથી રોકાણકારો IPO ભરવા માટે રોકાણ કરે. તે બજારના સેન્ટિમેન્ટ પર આધારિત હોય છે અને તેમાં ફેરફાર આવતા હોય છે.
Published On - 1:00 pm, Sat, 23 December 23