Stock Market : શેરબજારમાં નબળી શરૂઆત, SENSEX 52,607 અને NIFTY 15,815 સુધી સરક્યા

|

Jun 16, 2021 | 10:09 AM

પ્રારંભિક કારોબાર દરમ્યાન ભારતીય શેરબજાર(Stock Market)ની સ્પષ્ટ ચાલ નજરે પડી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ( SENSEX - NIFTY ) બંને ઉતાર - ચઢાવ વચ્ચે ગોથા ખાઈ રહયા છે.

Stock Market : શેરબજારમાં નબળી શરૂઆત, SENSEX 52,607 અને NIFTY 15,815 સુધી સરક્યા
Symbolic Image

Follow us on

પ્રારંભિક કારોબાર દરમ્યાન ભારતીય શેરબજાર(Stock Market)ની સ્પષ્ટ ચાલ નજરે પડી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ( SENSEX – NIFTY ) બંને ઉતાર – ચઢાવ વચ્ચે ગોથા ખાઈ રહયા છે. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નરમાશ દેખાઈ રહી છે. નાના અને મોટા તમામ સ્ટોક ઇન્ડેક્સ ફ્લેટ ચાલી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦ વાગે
બજાર            સૂચકઆંક          ઘટાડો
સેન્સેક્સ    52,704.58    −68.47 
નિફટી      15,869.25      +57.40 (0.36%)

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે વિશ્વભરના બજારોમાં મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક શેર બજારો સપાટ શરૂ થયા છે.આજે બીએસઈ સેન્સેક્સ 9 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો જ્યારે એનએસઈ નિફ્ટી 22 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ અગાઉ છેલ્લા સત્રમાં મંગળવારે કારોબારના અંતે BSE સેન્સેક્સ 0.42% મુજબ 221 પોઇન્ટના ઉછાળા સાથે 52,773 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE ના નિફ્ટીએ 57 અંક અથવા 0.36% ની મજબૂતી સાથે 15,869 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજે શેરબજારમાં સારી ખરીદી થઈ હતી. કારોબાર દરમિયાન સેન્સેક્સ 52,870 ના ઉચ્ચતમ સ્તર પર દેખાયો હતો તો નિફ્ટી પણ 15,901 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો હતો.

એનએસઈના પ્રોવિઝનલ ડેટા અનુસાર 15 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 633 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ 649 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆતી કારોબાર ઘટાડાની સાથે જોવા મળી રહ્યો છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સએ 52,607.61 પર જ્યારે નિફ્ટીએ 15,815.00 સુધી ગોથા લગાવ્યા હતા. સેન્સેક્સ 0.14ટકા અને નિફ્ટીમાં 0.22 ટકાથી ઘટાડાની નબળાઈ જોવામાં આવી રહી છે.

ગ્લોબલ માર્કેટમાં US-Fed ની પૉલિસી પહેલા US માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું છે. Dow માં 94 અને Nasdaq માં 101 અંકનો ઘટાડો નોંધાયો છે. ટેક શેરોમાં નબળાઈથી Nasdaq પર દબાણ બન્યું છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.49% ની આસપાસ છે. આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 0.06 અંક નીચે દેખાય રહ્યું છે. જ્યારે, નિક્કેઈ 0.32 ટકા ઘટીને 29,347.20 ની આસપાસ છે.શાંઘાઈ કમ્પોઝિટ 0.64 ટકા ઘટાડો દર્જ કર્યો હતો.

આજના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ

SENSEX
Open     52,782.21
High     52,816.31
Low      52,607.61

NIFTY
Open     15,847.50
High     15,880.85
Low      15,815.00

Next Article