Top Gainers Stocks Today: આ છે આજના હીરો અને ઝીરો સ્ટોક, રોકાણકારોએ માર્કેટમાંથી એક દિવસમાં કરી રૂપિયા 6 લાખ કરોડની કમાણી

|

Sep 20, 2024 | 9:51 PM

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ શેરબજારોમાં તેજી આવશે તેવી અપેક્ષા શુક્રવારે પૂરી થઈ હતી. BSE સેન્સેક્સ તેની ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો હતો. આજે આ શેરો માર્કેટમાં 'હીરો' અને 'ઝીરો' બની ગયા હતા.

Top Gainers Stocks Today: આ છે આજના હીરો અને ઝીરો સ્ટોક, રોકાણકારોએ માર્કેટમાંથી એક દિવસમાં કરી રૂપિયા 6 લાખ કરોડની કમાણી

Follow us on

યુએસ ફેડરલ રિઝર્વે લગભગ 4 વર્ષ બાદ તેના પોલિસી વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. આ પછી, એવી અપેક્ષા હતી કે ભારતીય શેરબજાર નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે અને શુક્રવારે આ અપેક્ષા પૂરી થઈ. BSE સેન્સેક્સ 84,694.46 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો અને 84,544.31 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન, શેરબજારમાં કેટલાક શેરો ‘હીરો’ બન્યા, જ્યારે કેટલાક ‘ઝીરો’ પણ બન્યા.

રોકાણકારોએ રૂપિયા 6 લાખ કરોડથી વધુની કમાણી કરી

જો આપણે BSE સેન્સેક્સના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે શેરબજારમાં રોકાણ કરનારાઓએ એક જ દિવસમાં 6 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બજારમાં તેજીના વલણને કારણે શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઝડપથી વધી હતી. શુક્રવારે તે 472 લાખ કરોડ રૂપિયા થઈ ગયો, જે ગુરુવારે 466 લાખ કરોડ રૂપિયા હતો.

એ જ રીતે નિફ્ટી 50એ પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે 375 પોઈન્ટના વધારા સાથે 25,790.95 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે ટ્રેડિંગ દરમિયાન તે 25,849.25 પોઈન્ટની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

250થી વધુ શેરો ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યા

શેરબજારમાં આજે વધુ એક રેકોર્ડ સર્જાયો હતો. BSE પર 265 શેરો લિસ્ટેડ હતા, જેમના શેરની કિંમત શુક્રવારે તેની એક વર્ષની ટોચે પહોંચી હતી. આ શેર્સ શુક્રવારે 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

ICICI બેન્ક, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ, JSW સ્ટીલ, ઝોમેટો, બજાજ હોલ્ડિંગ્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, મેરિકો, આઇશર મોટર્સ, હેવેલ્સ, ઇન્ડિયન હોટેલ્સ, PI ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ અને યુનાઇટેડ સ્પિરિટ્સનો સ્ટોક આ કેટેગરીમાં સામેલ હતો.

આજના ‘હીરો’ અને ‘ઝીરો’ સ્ટોક્સ

આજનો ‘હીરો’ સ્ટોક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હતો. BSE પર તે 5.57 ટકાના વધારા સાથે રૂપિયા 2,952.25 પર બંધ થયો હતો, જ્યારે NSE પર તે 5.32 ટકાના વધારા સાથે રૂપિયા 2,946.25 પર બંધ થયો હતો.

એટલું જ નહીં, NSE પર સૌથી મોટો ‘ઝીરો’ સ્ટોક ગ્રાસિમ હતો, જે 2.33 ટકા ઘટીને રૂપિયા 2,675 પર બંધ થયો હતો. સૌથી મોટો ઘટાડો BSE પર SBIના શેરમાં જોવા મળ્યો હતો. તે 1.07 ટકા ઘટીને રૂપિયા 781.90 પર બંધ રહ્યો હતો.

Next Article