STOCK MARKET : બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયુ , SENSEX માં 259 માં અંકની વૃદ્ધિ

|

Dec 29, 2020 | 4:57 PM

આજે સતત પાંચમા દિવસે ભારતીય શેર બજાર (STOCK MARKET) મજબૂતી સાથે બંધ થયુ છે. આજે SENSEX અને NIFTY અનુક્રમે 0.55 અને ૦.૪૩ ટકા વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે.  આજે બંને ઇન્ડેકસે તેમની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. સેન્સેક્સ 47,714.55 સુધી ઉછળ્યો હતો જયારે નિફટી 14 હજાર ના પડાવ તરફ આગળ વધી રહ્યો છે. આજે નિફટીનું ઉપલું સ્તર […]

STOCK MARKET : બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયુ , SENSEX માં 259 માં અંકની વૃદ્ધિ
શેર બજાર 458 પોઈન્ટ વધીને 50,255 અંકે થયુ બંધ

Follow us on

આજે સતત પાંચમા દિવસે ભારતીય શેર બજાર (STOCK MARKET) મજબૂતી સાથે બંધ થયુ છે. આજે SENSEX અને NIFTY અનુક્રમે 0.55 અને ૦.૪૩ ટકા વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે.  આજે બંને ઇન્ડેકસે તેમની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. સેન્સેક્સ 47,714.55 સુધી ઉછળ્યો હતો જયારે નિફટી 14 હજાર ના પડાવ તરફ આગળ વધી રહ્યો છે. આજે નિફટીનું ઉપલું સ્તર 13,967.60 સુધી નોંધાયું હતું.

આજના કારોબારના અંતે નિફ્ટી 13930 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 47613.08 પર બંધ થયા.  નિફ્ટીએ 13,967.60 સુધી તો સેન્સેક્સ 47,714.55 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું. નીચલા સ્તરમાં સેન્સેક્સ 47,361.90 અને  નિફટી 13,859.90 સુધી ગગડ્યો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ હતું. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકા ઘટીને 17,810.82 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.16 ટકાની મજબૂતીની સાથે 17,967.67 પર બંધ થયા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ભારે વિદેશી રોકાણને કારણે શેરબજાર આજે સતત પાંચમાં દિવસે તેજી સાથે બંધ રહ્યું છે. આજે 47,613.08 કલોઝિંગના સંદર્ભમાં આ ઈન્ડેક્સનું ઉચ્ચતમ સ્તર છે. સોમવારે સેન્સેક્સ 47,353.75 ના સ્તર પર બંધ થયો હતો.

સેન્સેક્સમાં તેજીને સ્ટેટ બેંક, એચડીએફસી, બજાજ અને ટીસીએસના શેરો દ્વારા લીડ કરવામાં આવી હતી. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ રૂ 187.20 લાખ કરોડને પાર કરી ગઈ છે.

નીફ્ટી ઈન્ડેક્સ પણ 59.40 અંક વધીને 13,932.60 પર બંધ રહ્યો છે. કલોઝિંગના સંદર્ભમાં આ ઈન્ડેક્સનું ઉચ્ચતમ સ્તર છે. આ પહેલા સોમવારે, ઇન્ડેક્સ 13,873.20 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન આજે ઇન્ડેક્સ 13,967.60 ના સ્તરને સ્પર્શ્યો છે, જે તેની ઓલ ટાઈમ હાઈ સપાટી છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર            સૂચકઆંક             વૃદ્ધિ

સેન્સેક્સ        47,613.08     +259.33 

નિફટી           13,932.60      +59.40 

 

શેરબજારનો આજનો ઉતાર – ચઢાવ

SENSEX 

Open       47,466.62
High       47,714.55
Low        47,361.90
Closing  47,613.08

NIFTY 

Open 13,910.35
High 13,967.60
Low 13,859.90
Closing  13,932.60

 

Next Article