STOCK MARKET : બજાર તેજી નોંધાવી બંધ થયું , SENSEX માં 307 અને NIFTY માં 114 અંકનો ઉછાળો

|

Jan 04, 2021 | 4:50 PM

સ્વદેશી કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોની પોઝિટિવ ઇફેક્ટ આજે શેરબજાર(STOCK MARKET)માં જોવા મળી હતી. આજના કારોબારી સત્રના અંતે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. કારોબાર પૂર્ણ થયો ત્યારે નિફ્ટી 14130 ઊપર જ્યારે સેન્સેક્સે 48176.80 પર બંધ થયા. આજે નિફ્ટીએ 14,147.95 સુધી તો સેન્સેક્સએ 48,220.47 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું. ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ  બજાર    […]

STOCK MARKET : બજાર તેજી નોંધાવી બંધ થયું , SENSEX માં 307 અને NIFTY માં 114 અંકનો ઉછાળો
STOCK MARKET

Follow us on

સ્વદેશી કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોની પોઝિટિવ ઇફેક્ટ આજે શેરબજાર(STOCK MARKET)માં જોવા મળી હતી. આજના કારોબારી સત્રના અંતે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. કારોબાર પૂર્ણ થયો ત્યારે નિફ્ટી 14130 ઊપર જ્યારે સેન્સેક્સે 48176.80 પર બંધ થયા. આજે નિફ્ટીએ 14,147.95 સુધી તો સેન્સેક્સએ 48,220.47 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર            સૂચકઆંક                 વૃદ્ધિ 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સેન્સેક્સ       48,176.80       +307.82 

નિફટી         14,132.90        +114.40 

 

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.42 ટકા વધીને 18,421.52 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.37 ટકાની મજબૂતીની સાથે 18,510.83 પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી, આઈટી, ફાર્મા, ઑટો અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.04 ટકાના ઘટાડાની સાથે 31,212.45 ના સ્તર પર બંધ થયા છે. પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજે બજાર રેકોર્ડ સ્તરે બંધ થયું છે. બીએસઈ સેન્સેક્સ પ્રથમ વખત 48,176 પર બંધ રહ્યો હતો. આઈટી અને મેટલ ક્ષેત્રે સૌથી વધુ તેજી નોંધાઈ છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ પણ 48,200 ની સપાટીને પાર કરી ગયો હતો. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પહેલીવાર રૂ 191.71 લાખ કરોડને પાર કરી ગઈ છે.

નિફ્ટી 114.40 પોઇન્ટ વધીને 14,132.90 ની સપાટીએ બંધ રહ્યો હતો.ઇન્ડેક્સમાં ટાટા સ્ટીલના શેર 8.37% વધીને 696.90 રૂપિયા પર બંધ થયો છે. હિન્ડાલ્કોનો શેર 6.90%, આઇશર મોટર અને ઓએનજીસીના શેરમાં4% થી વધુનો ઉછાળો રહ્યો હતો. બીજી તરફ, હીરો મોટોકોર્પ અને કોટક મહિન્દ્રાના શેરમાં 1% નો ઘટાડો થયો છે.

આજના કારોબારમાં ઉતાર – ચઢાવ આ મુજબ રહ્યો હતો.

SENSEX 

Open       48,109.17
High        48,220.47
Low         47,594.47
Closing   48,176.80 

 

NIFTY 

Open        14,104.35
High        14,147.95
Low        13,953.75
Closing  14,132.90

Published On - 4:48 pm, Mon, 4 January 21

Next Article