STOCK MARKET : શેરબજારની મજબૂત શરૂઆત, SENSEX 443 અંક ઉછળ્યો

|

Jan 19, 2021 | 10:55 AM

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર (STOCK MARKET) માં સેન્સેક્સ (SENSEX) અને નિફ્ટી (NIFTY) આજે પ્રારંભિક કારોબારમાં તેજી દર્શાવી રહ્યા છે.

STOCK MARKET : શેરબજારની મજબૂત શરૂઆત, SENSEX 443 અંક ઉછળ્યો
Stock Market

Follow us on

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(STOCK MARKET) માં સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) આજે પ્રારંભિક કારોબારમાં તેજી દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,059.82 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,419.50 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.9 ટકા સુધી મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૩૦ વાગે)
બજાર             સૂચકઆંક                વૃદ્ધિ
સેન્સેક્સ        49,008.01    +443.74 
નિફટી           14,394.30    +113.00 

એશિયન બજારોમાં તેજીને પગલે સ્થાનિક બજાર પણ સારી વૃદ્ધિ સાથે ખુલ્યું છે. અગાઉ બજાર સતત બે ટ્રેડિંગ દિવસ નરમાશ સાથે બજાર બંધ રહ્યું હતું. ટાટા મોટર્સનો શેર 2.65% વધીને ટ્રેડ કરી રહ્યો છે. આજે બજારની મજબૂત સ્થિતિ દિવસ દરમ્યાન પણ જળવાઈ રહે તેવી આશા સેવાઈ રહી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.30 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.23 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.05 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં શેરબજારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open   48,900.31
High   49,059.82
Low   48,859.85

NIFTY
Open   14,371.65
High   14,419.50
Low    14,364.50

Next Article