Stock Market: શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી, SENSEX 52,869 સુધી ઉછળ્યો

|

Jun 15, 2021 | 5:16 PM

ભારતીય શેરબજારે(Stock Market) આજે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે સતત ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરી બંધ(Closing Bell) થયા છે.આજે SENSEX અને NIFTY એ નવી સર્વોચ્ચ સપાટી સ્થાપતી દર્જ કરી છે.

Stock Market: શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી, SENSEX 52,869 સુધી ઉછળ્યો
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજારે(Stock Market) આજે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે સતત ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરી બંધ(Closing Bell) થયા છે.આજે SENSEX અને NIFTY એ નવી સર્વોચ્ચ સપાટી સ્થાપતી દર્જ કરી છે. આજનો કારોબાર સમાપ્ત કર્યો ત્યારે સેન્સેક્સ 0.42% અને નિફટી 0.36% નો વધારો દર્શાવી રહ્યા હતા.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 
બજાર         સૂચકઆંક             વધારો
સેન્સેક્સ     52,773.05      +221.52 (0.42%)
નિફટી        15,869.25      +57.40 (0.36%)

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

સેન્સેક્સ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 0.42% મુજબ 221 પોઇન્ટના ઉછાળા સાથે 52,773 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE ના નિફ્ટીએ 57 અંક અથવા 0.36% ની મજબૂતી સાથે 15,869 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજે શેરબજારમાં સારી ખરીદી થઈ હતી. કારોબાર દરમિયાન સેન્સેક્સ 52,870 ના ઉચ્ચતમ સ્તર પર દેખાયો હતો તો નિફ્ટી પણ 15,901 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો હતો.

આજે કારોબારની શરૂઆત સારી થઇ હતી.
આજે કારોબારની શરૂઆત સારી થઇ હતી. પ્રારંભિક તેજી બજારને મજબૂત સ્ટાર્ટ આપ્યો હતો . સવારે બજાર ખુલ્યા ત્યારે સેન્સેક્સ 200.3 પોઇન્ટ અને નિફ્ટી 55.1 પોઇન્ટ વધારા સાથે વેપાર શરૂ કર્યો હતો.

અદાણી ગ્રુપના શેરમાં આજે પણ દેખાઈ નરમાશ
ગૌતમ અદાણીની કંપનીઓના શેર આજે પણ ઘટ્યા છે. શરૂઆતી વેપારમાં અદાણી પાવર લિમિટેડનો શેર 5%, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનો શેર 5% અને અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 5% નીચે સરક્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ પણ લાલ નિશાન નીચે દેખાયા બાદ આજના ઉપલા સ્તરે 1,572.60 સુધી દેખાયો હતો. શેર આજે 1.62 ટકા મુજબ 24.35 રૂપિયાના વધારા સાથે 1,525.80 ના ભાવે બંધ થયો હતો.

ગઈકાલે સેન્સેક્સ 76.77 પોઇન્ટ એટલે કે 0.15% વધીને 52,551 પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીએ 10.10 અંક મુજબ 0.06% વધીને 15,809.45 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો હતો. સેન્સેક્સમાં 650 પોઇન્ટ જ્યારે નિફ્ટીમાં 200 પોઇન્ટથી વધુ ઉતાર – ચઢાવ નોંધાયો છે.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા ઉછળીને 22,907.41 ના સ્તર પર બંધ થયો જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44 ટકાની મજબૂતીની સાથે 25,186.27 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 0.85 ટકાના વધારાની સાથે 35,247.75 ના સ્તર કારોબાર સમાપ્ત કર્યો હતો.

 

આજના કારોબારની હાઈલાઈટ્સ

SENSEX
Open                       52,751.83
High                       52,869.51
52-wk high        52,869.51
Low                        52,671.29

 

NIFTY
Open                      15,866.95
High                      15,901.60
52-wk high       15,901.60
Low                       15,842.40

 

Next Article