Stock Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 52,842 સુધી ઉછળ્યો, Adani Group ના શેરમાં આજે પણ ઘટાડો

|

Jun 15, 2021 | 10:29 AM

શરૂઆતી વેપારમાં સેન્સેક્સ ૦.૫ અને નિફટી ૦.૪ ટકા વધારાને દર્શાવી રહ્યા છે. જોકે Adani Group ના શેરમાં આજે પણ ઘટાડો દેખાયો છે.

Stock Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 52,842 સુધી ઉછળ્યો, Adani Group ના  શેરમાં આજે પણ ઘટાડો
Stock Market

Follow us on

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) વૃદ્ધિ સાથે ખુલ્યું છે. પ્રારંભિક કારોબારમાં શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ SENSEX અને NIFTY લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી વેપારમાં સેન્સેક્સ ૦.૫ અને નિફટી ૦.૪ ટકા વધારાને દર્શાવી રહ્યા છે. જોકે Adani Group ના શેરમાં આજે પણ ઘટાડો દેખાયો છે.

 

ભારતીય શેરબજારની સ્થિતિ  – 10.13 AM
બજાર         સૂચકઆંક             વધારો
સેન્સેક્સ    52,810.25       +258.72 
નિફટી       15,884.35       +72.50 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આજે સેન્સેક્સ 200.3 પોઇન્ટ અને નિફ્ટી 55.1 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા છે. ગૌતમ અદાણીની કંપનીઓના શેર આજે પણ ઘટી રહ્યા છે. અદાણી પાવર લિમિટેડનો શેર 5%, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનો શેર 5% અને અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 5% નીચે સરક્યાછે. અદાણી એન્ટરપ્રાઇઝ પણ લાલ નિશાન નીચે છે.

એજ નજર અદાણી ગ્રુપના શેરની આજની સ્થિતિ  ઉપર 

Company Name  Open Price Lowest Price
Adani Enterprises 1,550.95 1,477.20
Adani Transmission 1,446.40 1,446.40
Adani Power 133.90 133.90
Adani Ports and SEZ 802.90 755
Adani Green Energy Ltd 1,222.00 1,162.00
Adani Gas 1,467.70 1,467.70

આ અગાઉ છેલ્લા સત્રમાં સોમવારે બજાર વધારો દર્જ કરી બંધ થયા હતા. સેન્સેક્સ 76.77 અંક વધીને 52,551.53 ની સપાટીએ બંધ રહ્યો છે. બીજી બાજુ નિફ્ટીe 12.50 અંકના વધારા સાથે 15,811.85 ના સ્તર પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 14 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 503.51 કરોડના શેર અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ 5444.૨6 કરોડના શેર ખરીદ્યા હતા.

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,842.37 સુધી વધ્યો છે જ્યારે નિફ્ટીએ 15,891.35 સુધી ઉછળ્યો છે. આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સારા વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી અડધા ટકાથી ઉપર વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

ગ્લોબલ માર્કેટ આજે પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. US માર્કેટમાં S&P 500 અને Nasdaq એ નવા રેકૉર્ડ સ્તરે પહોંચ્યા હતા. શેરોમાં ખરીદારીથી Nasdaq રેકૉર્ડ સ્તર પહોંચ્યો તો બીજી તરફ Dow માં 86 અંકનો ઘટાડો નોંધાયો હતો. આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 10 અંક ઉપર દેખાઈ રહ્યો છે.

Published On - 10:26 am, Tue, 15 June 21

Next Article