STOCK MARKET: શરુઆતી કારોબારમાં નરમાશના પગલે SENSEX 250 અંક ગગડ્યો

|

Jan 27, 2021 | 9:44 AM

વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની શરૂઆત નરમાશ સાથે થઇ છે. પ્રારંભિક કારોબાર દરમ્યાન સેન્સેક્સ(SENSEX) અને નિફટી(NIFTY) બંને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

STOCK MARKET: શરુઆતી કારોબારમાં નરમાશના પગલે SENSEX 250 અંક ગગડ્યો
STOCK MARKET

Follow us on

વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની શરૂઆત નરમાશ સાથે થઇ છે. પ્રારંભિક કારોબાર દરમ્યાન સેન્સેક્સ(SENSEX) અને નિફટી(NIFTY) બંને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. બજારના બંને સૂચકઆંક હાલ ૦.4 ટકા ઘટાડો દેખાડી રહયા છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સ્તરમાં સ્થિતિ ( સવારે ૯.૩૩ વાગે)
બજાર              સૂચકઆંક           ઘટાડો
સેન્સેક્સ       48,098.૩૦       −249.29 (0.52%)
નિફટી         14,167.05         −71.85 (0.50%)

આજના કારોબારી સત્રમાં બજારમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 48,023 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,137 સુધી ગોથા લગાવ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકા સુધીની નબળાઈ જોવા મળી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે.

શેરબજારમાં ઘટાડાને ઓટો અને મેટલ સેક્ટરના શેરોએ લીડ કર્યો હતો. નિફ્ટી મેટલ અને ઓટો ઇન્ડેક્સમાં 1% કરતા વધુનો ઘટાડો થયો હતો. ટાટા મોટર્સનો શેર 4% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

શેરબજારમાં પ્રારંભિક ઉતાર – ચઢાવ આ મુજબ રહ્યો હતો.

SENSEX
Open   48,385.28
High   48,387.25
Low    48,023.55

NIFTY
Open   14,237.95
High    14,237.95
Low     14,137.70

 

Next Article