Stock Market : SENSEX એ નવી વિક્રમી સપાટી દર્જ કરી, NIFTY 15,880 સુધી ઉછળ્યો

|

Jun 22, 2021 | 10:39 AM

પ્રારંભિક તેજીમાં જ સેન્સેક્સે 359.94 પોઇન્ટના ઉછાળા સાથે 53,018.71 ની વિક્રમી સપાટી હાંસલ કરી(SENSEX Hits New Record High) છે. ઇન્ડેક્સમાં 30 માંથી 26 શેરો વધ્યા છે.

Stock Market : SENSEX એ નવી વિક્રમી સપાટી દર્જ કરી, NIFTY 15,880 સુધી ઉછળ્યો
The SENSEX hit a new high during early trading today

Follow us on

ભારતીય શેરબજાર(Stock Market)માં આજે કારોબારી સપ્તાહના બીજા દિવસની શરૂઆત મજબૂતી સાથે થઇ છે. પ્રારંભિક કારોબારમાં શેરબજારના બંને મુખ ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહયા છે.સેન્સેક્સ 250 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે સત્ર 52,885.04 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ લગભગ 90 પોઇન્ટના વધારા સાથે 15,840.50 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક તેજીમાં જ સેન્સેક્સે 359.94 પોઇન્ટના ઉછાળા સાથે 53,018.71 ની વિક્રમી સપાટી હાંસલ કરી(SENSEX Hits New Record High) છે. ઇન્ડેક્સમાં 30 માંથી 26 શેરો વધ્યા છે.

આ ક્ષેત્રોમાં તેજી
નિફ્ટી બેંકમાં 0.81 ટકાની મજબૂતાઈ છે અને ઇન્ડેક્સ 35,154.15 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે જાહેર ક્ષેત્રની બેંકો, રિયલ્ટી, મેટલ અને ઓટો શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકીએ સોમવારે જાહેરાત કરી છે કે ખર્ચમાં વધારો થવાને કારણે તેઓ વાહનના ભાવમાં વધારો કરી રહ્યા છે. આ શેર માટે સકારાત્મક ગતિ પેદા કરી છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 0.97 ટકાનો ઉછાળો છે. મીડિયા ઈન્ડેક્સ 1.18 ટકા વધ્યો છે જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે.

આ શેરમાં હલચલ દેખાઈ રહી છે
સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધારો દેખાડી રહ્યા છે. મારુતિ સુઝુકી હાલમાં 1.99 ટકાના ઉછાળા સાથે આજના સત્રમાં ટોપ ગેઇનર છે. લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, મહિન્દ્રા અને મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઇન્ડિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં વેચાણ થઈ રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સોમવારે સેશનમાં યુ-ટર્ન આવ્યો હતો
સોમવારના સત્રમાં સેન્સેક્સ પ્રારંભિક ઘટાડાથી સુધાર્યા પછી ઉછાળા પર બંધ થયો હતો. સોમવારે HDFC, HDFC BANKI, SBI અને Reliance Industries એ બાઉન્સબેક કરવામાં મદદ કરી હતી. શરૂઆતના કારોબારમાં 600 પોઇન્ટ સુધીનો ઘટાડો થયા પછી બજારમાં યુ-ટર્ન આવ્યો હતો અને સેન્સેક્સ 230.01 પોઇન્ટ મુજબ 0.44 ટકાના વધારા સાથે 52,574.46 પર બંધ રહ્યો હતો સાથે નિફ્ટી પણ 63.15 પોઇન્ટની મજબૂતી સાથે 15,746.50 પર બંધ રહ્યો હતો.

 

પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ

SENSEX
Open                52,885.04
Prev close       52,574.46
High                53,018.71
Low                  52,800.82
52-wk high    53,018.71
52-wk low     34,499.78

 

NIFTY
Open                  15,840.50
Prev close        15,746.50
High                  15,880.95
Low                    15,812.45
52-wk high       15,901.60
52-wk low         10,223.60

Published On - 10:02 am, Tue, 22 June 21

Next Article