STOCK MARKET: સતત પાંચમાં દિવસે નરમાશના પગલે SENSEX 533 અંક ગગડ્યો

|

Jan 28, 2021 | 4:18 PM

વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે આજે શેરબજાર(STOCK MARKET) સતત પાંચમાં દિવસે લાલ નિશાન નીચે બંધ થયું હતું. સેન્સેક્સ(SENSEX) 535.57 પોઈન્ટ તૂટીને 46,874.36 પર બંધ રહ્યો છે.

STOCK MARKET: સતત પાંચમાં દિવસે નરમાશના પગલે SENSEX 533 અંક ગગડ્યો

Follow us on

વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે આજે શેરબજાર(STOCK MARKET) સતત પાંચમાં દિવસે લાલ નિશાન નીચે બંધ થયું હતું. સેન્સેક્સ(SENSEX) 535.57 પોઈન્ટ તૂટીને 46,874.36 પર બંધ રહ્યો છે. 2021માં પ્રથમ વખત ઈન્ડેક્સ 47 હજારના સ્તરની નીચે બંધ રહ્યો છે. આ પહેલા 24 ડિસેમ્બરે સેન્સેક્સ 46,539 પર બંધ રહ્યો હતો. નિફ્ટી(NIFTY) પણ 149.95 પોઈન્ટ તૂટીને 13,817.55ની સપાટીએ બંધ રહ્યો છે.

 

આજે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.46 ટકા સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.59 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.45 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.24 ટકાના ઘટાડાની સાથે 30,358.30ના સ્તર પર બંધ થયા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, આઈટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું, જ્યારે પ્રાઈવેટ બેન્ક શેરોમાં મજબૂતી રહી હતી. સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં સૌથી વધુ 3.65% ઘટાડો થયો છે. મારુતિ, એચડીએફસી બેન્ક, પાવર ગ્રીડ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 3% ઘટાડો થયો છે. બીજી તરફ એક્સિસ બેંકના શેરમાં 6.16%નો વધારો થયો છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર          સૂચકઆંક             ઘટાડો
સેન્સેક્સ     46,874.36    −535.57 
નિફટી        13,817.55     −149.95 

 

આ પણ વાંચો: RFC IPO allotment : શેરની ફાળવણી કરી દેવાઈ, આ રીતે જાણો તમારી અરજીની સ્થિતિ

Next Article