STOCK MARKET : સેન્સેક્સ 200 અંક ગગડ્યો, IT શેરોમાં વેચવાલી દેખાઈ

|

Jan 14, 2021 | 10:00 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં પ્રારંભિક કારોબાર ઘટાડા સાથે થઇ રહ્યો છે. સેન્સેક્સ(SENSEX) 49,234.08 સુધી ગગડ્યો હતો જયારે નિફટી(NIFTY)એ14,481.55 સુધી નીચલું સ્તર નોંધાવ્યું હતું .

STOCK MARKET : સેન્સેક્સ 200 અંક ગગડ્યો, IT શેરોમાં વેચવાલી દેખાઈ

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં પ્રારંભિક કારોબાર ઘટાડા સાથે થઇ રહ્યો છે. સેન્સેક્સ(SENSEX) 49,234.08 સુધી ગગડ્યો હતો જયારે નિફટી(NIFTY)એ14,481.55 સુધી નીચલું સ્તર નોંધાવ્યું હતું . આઈટી(IT) શેરો બજારના ઘટાડા તરફ દોરી રહયા છે. ઈન્ફોસિસનો શેર 2.66% નીચે કારોબાર કરી રહ્યો છે.

પ્રારંભિક કારોબારમાં આજે બંને ઇન્ડેક્સ ૦.૩ ટકા નીચે કારોબાર કરી રહ્યા છે. આઇટી શેરોમાં હલચલ જોવા મળી રહી છે. એચસીએલ ટેકના શેરમાં 3.19% નીચા ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. ઈન્ફોસિસના શેરમાં પણ 2.95% નીચા ઘટાડો છે. BSE માં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 196.62 લાખ કરોડ રૂપિયા છે.

ગઈકાલે બજાર બંધ થયા પછી દેશની બે અગ્રણી આઇટી કંપનીઓ ઇન્ફોસીસ અને વિપ્રોએ ડિસેમ્બર ક્વાર્ટરનું પરિણામ રજૂ કર્યું હતું. પાછલાં વર્ષ કરતા ઇન્ફોસીસનો ચોખ્ખો નફો 16.6% વધ્યો છે. વિપ્રોનો નફો 20.8% વધ્યો છે. ઇન્ફોસીસે જણાવ્યું હતું કે તેનો ચોખ્ખો નફો રૂ 5,197 કરોડ થયો છે. આવક પણ 5.5% વધીને રૂ. 25,927 કરોડ થઈ છે. વિપ્રોનો નફો વધીને રૂ. 2,966.7 કરોડ અને કુલ આવક 1.3% વધીને 15670 કરોડ રૂપિયા થઈ છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૫ વાગે)
બજાર                 સૂચકઆંક           ઘટાડો
સેન્સેક્સ             49,264.42     −227.90 
નિફટી               14,498.80      −66.05 

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX
Open   49,432.83
High   49,487.86
Low     49,234.08

NIFTY
Open   14,550.05
High    14,562.80
Low     14,481.55

Next Article