STOCK MARKET: SENSEX પ્રથમ વખત 48 હજારને પાર, 76% કંપનીના શેર વધ્યા

|

Jan 04, 2021 | 12:03 PM

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ (SENSEX)અને નિફ્ટી(NIFTY) આજે શરૂઆતી કારોબાર તેજી સાથે આગળ ધપાવ્યો છે. શેરબજારમાં (STOCK MARKET)પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ 48,168.22 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,114.15 સુધી ઉછળયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 0.5 અને ૦.6ટકાની મજબૂતી જોવામળી રહી છે. ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 10.05 વાગે) બજાર            […]

STOCK MARKET: SENSEX પ્રથમ વખત 48 હજારને પાર, 76% કંપનીના શેર વધ્યા
Share Market

Follow us on

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ (SENSEX)અને નિફ્ટી(NIFTY) આજે શરૂઆતી કારોબાર તેજી સાથે આગળ ધપાવ્યો છે. શેરબજારમાં (STOCK MARKET)પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ 48,168.22 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,114.15 સુધી ઉછળયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 0.5 અને ૦.6ટકાની મજબૂતી જોવામળી રહી છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 10.05 વાગે)

બજાર                    સૂચકઆંક                 વૃદ્ધિ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સેન્સેક્સ              48,097.99         +229.01 

નિફટી                14,093.25           +74.75 

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.83 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.92 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.84 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.

દેશમાં બે વેક્સીનને મંજૂરી મળવાના અહેવાલો સાથે સ્ટોક માર્કેટમાં 2021 ના ​​પ્રથમ ટ્રેડિંગ વીકનો પ્રારંભ થયો. આજે બજાર ખુલવાની સાથે સેન્સેક્સ પ્રથમ વખત 48 હજારના પડાવને સર કર્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, બજાજ, ઈન્ફોસીસ અને હિન્દુસ્તાન યુનિલિવર ઇન્ડેક્સની તેજીને લીડ કરી રહ્યા છે.

ભારતીય શેરબજારનો પ્રારંભિક  સત્રમાં ઉતાર – ચઢાવ 

SENSEX
Open     48,109.17
High     48,168.22
Low       48,047.54

NIFTY
Open     14,104.35
High     14,114.15
Low       14,080.15

બજારમાંસારી ખરીદીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 190 લાખ કરોડને વટાવી ગઈ છે. આજે એક્સચેન્જમાં 2,330 કંપનીઓના શેર્સ કારોબાર કરી રહ્યા છે જે પૈકી 76% વૃદ્ધિ દર્જ કરી રહ્યા છે. નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સનો શેર 2.76% વધીને 191.65 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ અને હિંડાલ્કોના શેરમાં પણ 2% નો વધારો જોવા મળી રહ્યો છે. મેટલ શેર બજારને તેજી તરફ દોરી રહ્યા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.18% વધ્યો છે.

 

Published On - 12:00 pm, Mon, 4 January 21

Next Article