Stock Market : આજના કારોબારના અંતે SENSEX 164 અને NIFTY 41 અંક ઘટાડા સાથે બંધ થયો

|

Jul 01, 2021 | 4:43 PM

BSEના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 164 અંક મુજબ 0.31% ઘટીને 52,318 પોઇન્ટ પર બંધ થયા છે. બીજી તરફ NSE નો 50 શેરો વાળો નિફ્ટી 41 પોઇન્ટ અનુસાર 0.26% ગગડ્યો હતો. ઇન્ડેક્સ કારોબારના અંતે 15,680 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

Stock Market :  આજના કારોબારના અંતે SENSEX 164 અને NIFTY 41 અંક ઘટાડા સાથે બંધ થયો
શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું હતું.

Follow us on

આજે શેરબજાર(Stock Market)માં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. આજના કારોબારના અંતે બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે બંધ થયા હતા. સેન્સેક્સ(Sensex)એ ૦.૩ જયારે નિફટી(Nifty)એ ૦.૨ ટકા ઘટાડો દર્જ કરી કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે કારોબારની શરૂઆત સારી થઇ હતી પરંતુ બપોર બાદ સૂચકઆંક લપસ્યા હતા.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર       સૂચકઆંક           ઘટાડો
સેન્સેક્સ   52,318.60    −164.11 (0.31%)
નિફટી     15,680.00   −41.50 (0.26%)

BSEના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 164 અંક મુજબ 0.31% ઘટીને 52,318 પોઇન્ટ પર બંધ થયા છે. બીજી તરફ NSE નો 50 શેરો વાળો નિફ્ટી 41 પોઇન્ટ અનુસાર 0.26% ગગડ્યો હતો. ઇન્ડેક્સ કારોબારના અંતે 15,680 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોકાણકારોનું ધ્યાન મોટા અને મધ્યમ શેરોથી નાના શેર તરફ કેન્દ્રિત જણાયું હતું. નિફ્ટી મિડ કેપમાં 0.32% નો ઘટાડો થયો છે જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.50% ની મજબૂતી સાથે બંધ રહ્યો છે. સેક્ટર ઈન્ડેક્સમાં 0.57% મુજબ સૌથી મોટો ઘટાડો નિફ્ટી આઈટી અને એનર્જીમાં આવ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ 0.93% અને ઓટો ઇન્ડેક્સ 0.82% જેટલી મજબૂતી દ્વારા ટેકો આપ્યો હતો.

ડો. રેડ્ડીઝ લેબ, બજાજ ઓટો, હિન્ડાલ્કો, ટાટા મોટર્સ, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી જેવા મોટા શેરોમાં ખરીદીનો બજારને ટેકો મળ્યો હતો. બજાજ ફિનઝર્વ, બ્રિટાનિયા, શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઇન્ડ, ઇન્ફોસીસ, વિપ્રો અને એલ એન્ડ ટીમાં વેચવાને કારણે દબાણ જોવા મળ્યું હતું.

વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ વચ્ચે ઘરેલુ શેર બજારોએ આજે ​​જોરદાર શરૂઆત આપી. બીએસઈનો 30 શેરો વાળો સેન્સેક્સ 156 અંકના વધારા સાથે 52,638 પોઇન્ટ પર ખુલ્યો હતો જયારે એનએસઈના 50 શેર વાળા નિફ્ટીએ 35 અંકના વધારા સાથે 15,755 ના સ્તરે કારોબાર શરુ કર્યો હતો.

આ અગાઉના સત્રમાં બુધવારે સેન્સેક્સ 67 અંક મુજબ 0.13% ની નબળાઇ સાથે 52,483 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 27 અંક અનુસાર 0.17% ની નબળાઇ સાથે 15,721 પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી મિડ કેપમાં 0.26% અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.22% સુધીનો ઉછાળો રહ્યો હતો.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ શુક્રવાર 30 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ 1646 કરોડના શેર વેચ્યા હતા. જયારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1,520 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

Published On - 4:42 pm, Thu, 1 July 21

Next Article