STOCK MARKET : તેજી સાથે શરૂઆતના પગલે SENSEX અને NIFTY સારી સ્થિતિમાં

|

Jan 29, 2021 | 9:54 AM

શેરબજાર (STOCK MARKET)માં સતત ૫ દિવસની નરમાશ આડ આજે બ્રેક લાગી છે. આજે સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી (NIFTY) પ્રારંભિક કારોબારમાં વધારો દર્શાવે છે.

STOCK MARKET : તેજી સાથે શરૂઆતના પગલે SENSEX અને NIFTY સારી સ્થિતિમાં
STOCK MARKET

Follow us on

શેરબજાર(STOCK MARKET)માં સતત ૫ દિવસની નરમાશ આડ આજે બ્રેક લાગી છે. આજે સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) પ્રારંભિક કારોબારમાં વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 47,423.66 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 13,966.85 સુધી ઉપલા સ્તરે નોંધાયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી હતી.

પ્રારંભિક સ્તરમાં શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૦ વાગે)
બજાર            સૂચકઆંક                વૃદ્ધિ
સેન્સેક્સ       47,032.85       +158.49 
નિફટી         13,867.10        +49.55 

સતત 5 દિવસના ઘટાડા સાથે સારી શરૂઆત દેખાઈ હતી. બેન્કિંગ, ઓટો અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ દેખાયો છે. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 3% ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે. પરંપરા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પ્રથમ દિવસે થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે અને બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

આજે ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ, સિપ્લા, ડાબર, ડિશ ટીવી ઇન્ડિયા, ડીએલએફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇઓસી, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ સન ફાર્મા, વેદાંત, વેખાર્ડ સહિતની કંપનીઓ ત્રિમાસિક પરિણામ જાહેર કરશે.

શેરબજારમાં પ્રારંભિક સત્રમાં આ મુજબ ઉત્તર – ચઢાવ નજરે પડ્યો હતો.
SENSEX
Open     47,423.47
High    47,423.66
Low     47,011.09

NIFTY
Open   13,946.60
High   13,966.85
Low    13,860.50

Next Article