
Stock Market Live News Update: પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના હવાઈ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. ત્યારબાદ 10 મે, શનિવારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. યુદ્ધવિરામ પછી આજે સોમવારે પહેલી વાર બજાર ખુલ્યું છે, જેમાં મોટાભાગના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે દેશને સંબોધન કરતા કહ્યું કે, સૌ કોઈએ દેશનું સામર્થ્ય અને શૌર્યને નીહાળ્યું. ઓપરેશન સિંદૂરના લક્ષ્યના પ્રાપ્તિ માટે સાહસ શૌર્ય બદલ અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરી શકે છે. ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રને કરાનારા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પહેલગામ આતંકી હુમલા, ઓપરેશન સિંદૂર અને સીઝ ફાયર સહિતના વિષયોને લઈને દેશને સંબોધન કરી શકે છે.
Stock Market Live: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અને યુએસ-ચીન વેપાર કરારને કારણે બજારમાં ઉછાળો આવ્યો છે. નિફ્ટીમાં લગભગ 700 પોઈન્ટનો વધારો થયો છે અને બેંક નિફ્ટીમાં 1500 પોઈન્ટનો વધારો થયો છે. મિડકેપ અને સ્મોલકેપમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ભય સૂચકાંક INDIA VIX લગભગ 20% ઘટ્યો છે. દરમિયાન, આઇટી, રિયલ્ટી, ફાઇનાન્સ, મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી.
2 મેના રોજ, ડીલના સમાચાર મળતાં બપોરે ડિક્સન ટેક્નોલોજીસ, વેલસ્પન લિવિંગ અને SRFના શેર તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી નીચે આવી ગયા. સૌથી મોટો ઘટાડો કેપીઆર મિલ્સમાં જોવા મળ્યો. એક સમયે SRF ના શેર રૂ. 3,000 થી નીચે પણ આવી ગયા હતા. પછી રિકવરી આવી
ગોલ્ડ મિનીમાં લાગી લોઅર સર્કિટ છે, કોઈ ખરીદદાર નથી, સૌથી ઓછા સેલર છે
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર પર સહમતિ થઈ. હાલમાં, 90 દિવસ માટે, અમેરિકાએ ટેરિફ 145% થી ઘટાડીને 30% કર્યો છે. તે જ સમયે, ચીન પણ ટેરિફ ઘટાડીને 10% કરશે. આ વેપાર સોદાને કારણે મેટલ અને આઇટી ક્ષેત્રોમાં લગભગ 5%નો ઉછાળો આવ્યો.
તણાવ બાદ સ્થિતિ સામાન્ય થતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાબેતામુજબ શરૂ કરાયું,સીઝફાયર બાદ રાજકોટનું એરપોર્ટ ફરીથી શરૂ કરાયું ,યુદ્ધની સ્થિતિને લઈને એરપોર્ટ 15 મે સુધી સુધી બંધ કરાયું હતું ,સિવિલ ફ્લાઈટ્સ માટે બંધ રાખીને મિલિટરી વિમાનો માટે ફાળવાયું હતું,સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થપાતા એરપોર્ટ રાબેતામુજબ શરૂ
અદાણી ગ્રુપ 12 મેના રોજ કંપનીની 10 મોટી કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો, જેમાં બધા શેર 2% થી 6.5% ની વચ્ચે વધ્યા. કંપનીને 1500 મેગાવોટ વીજળી સપ્લાય કરવાનો મોટો ઓર્ડર મળ્યા બાદ અદાણી પાવરના શેર 6% વધ્યા…
UBS પાસે Thermax પર બાય રેટિંગ છે. તેનું લક્ષ્ય રૂ. ૪૧૦૦ નક્કી કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે Q4FY25 માં આવક અને EBITDA વૃદ્ધિ અનુક્રમે 12% અને 10% રહી હતી. કંપનીની આવક અંદાજો સાથે સુસંગત હતી જ્યારે EBITDA અંદાજો કરતા 2% ઓછી હતી. ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટ સેગમેન્ટની આવક/PBIT 18%/47% વધી. જ્યારે PBIT માર્જિન 14.4% રહ્યું.
યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ,પૂનમ નિમિત્તે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટયા.વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની કતારો
એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો સાસણ ગીર ખાતેથી શરૂ થઈ ગયો છે.ત્યારે અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી ગણતરીમાં વન વિભાગ સાથે સાંસદ પરિમલ નથવાણી પણ જોડાયા હતા. વન વિભાગના કર્મચારીઓ સાથે બાઈક પર બેસીને સાંસદ પરિમલ નથવાણીએ સિંહ ગણતરીમાં ભાગ લીધોરાજુલા, ઉના વિસ્તારમાં સિંહ ગણતરીનો ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો. સાંસદે સિંહણ ગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાના અનુભવ અંગે જણાવ્યું. સાથે જ સિંહ ગણતરી પ્રક્રિયાને સાંસદે અવિસ્મરણીય ગણાવી હતી
Published On - 10:11 am, Mon, 12 May 25