STOCK MARKET: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોથી શેરબજારમાં વધુ તેજી રહેવાના સંકેત

|

Jan 04, 2021 | 10:51 AM

કોવિડ -19 (COVID -19)રોગચાળાના રસીકરણમાં પ્રગતિના અહેવાલોએ ગત સપ્તાહમાં શેરબજાર(STOCK MARKET)માં વેગ પકડ્યો હતો. સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)એ સતત નવા રેકોર્ડ નોંધાવ્યા હતા. આજે પણ સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી રહેવાની આશા છે. ચાલુ સપ્તાહમાં પણ બજારની ગતિ યથાવત રહેવાની ધારણા છે. સરકારે કોવિડ -19 રસીકરણની ડ્રાય રન શરૂ કરી છે. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં […]

STOCK MARKET: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોથી શેરબજારમાં વધુ તેજી રહેવાના સંકેત

Follow us on

કોવિડ -19 (COVID -19)રોગચાળાના રસીકરણમાં પ્રગતિના અહેવાલોએ ગત સપ્તાહમાં શેરબજાર(STOCK MARKET)માં વેગ પકડ્યો હતો. સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)એ સતત નવા રેકોર્ડ નોંધાવ્યા હતા. આજે પણ સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી રહેવાની આશા છે. ચાલુ સપ્તાહમાં પણ બજારની ગતિ યથાવત રહેવાની ધારણા છે. સરકારે કોવિડ -19 રસીકરણની ડ્રાય રન શરૂ કરી છે. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે.

બે વેક્સીનને મંજૂરી મળવાથી હકારાત્મક વાતાવરણ બન્યું
સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક વેક્સીનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે દેશમાં કોરોના રસીકરણ અભિયાન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. કંપનીઓ કહે છે કે કોરોના રસી 110 ટકા સલામત છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ રવિવારે કહ્યું હતું કે, ભારતની પ્રથમ કોવિડ -19 રસી અભિયાન આગામી અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. કોરોના સામેની જંગમાં મળી રહેલા સારા સમાચાર બાદ જો નિષ્ણાતોનું માનીએ તો, દેશની આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવે તેવી અપેક્ષા છે. આ બધા કારણોને લીધે શેર બજારમાં તેજી જોવા મળી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગત સપ્તાહે બજારમાં તેજી રહી હતી
સપ્તાહમાં સેન્સેક્સ 895.44 પોઇન્ટ મુજબ 1.91 ટકા વધીને 47868.98 પોઇન્ટના સ્તર પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 14018.50 પોઇન્ટના સ્તરે હતો, જેમાં સાપ્તાહિક 269.25 પોઇન્ટ સાથે 1.96 ટકાનો વધારો થયો છે. સેન્સેક્સે સપ્તાહના તમામ પાંચ ટ્રેડિંગ દિવસોમાં વૃદ્ધિ દેખાડી જ્યારે નિફ્ટીએ ગુરુવારે 0.20 પોઇન્ટનો નજીવો ઘટાડો બાદ કરતા બાકીના ચાર દિવસમાં તેજી નોંધાવી હતી. મધ્યમ અને નાની કંપનીઓમાં રોકાણકારોએ વધુ ખરીદી કરી છે. બીએસસીનું મિડકેપ સપ્તાહના અંતે 2.76 ટકા વધીને 18164.48 પોઇન્ટ અને સ્મોલકેપ 3.31 ટકા વધીને 18261.03 પોઇન્ટ પર પહોંચી ગયું છે.

Next Article