આર્થિક સંકટ વચ્ચે વિદેશી હૂંડિયામણ એકત્ર કરવા શ્રીલંકા ગોલ્ડન વિઝા વેચશે, જાણો શું છે આ વિઝાની વિશેષતા

|

Apr 27, 2022 | 9:00 AM

સરકારે માહિતી આપી છે કે ગોલ્ડન વિઝા લાંબા ગાળાના વિઝા હશે. ગોલ્ડન પેરેડાઇઝ વિઝા પ્રોગ્રામ હેઠળ જે કોઈ પણ વિદેશી તેમના દેશમાં ઓછામાં ઓછા 1 લાખ ડોલર જમા કરાવે છે તેને 10 વર્ષ સુધી દેશમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આર્થિક સંકટ વચ્ચે વિદેશી હૂંડિયામણ એકત્ર કરવા શ્રીલંકા ગોલ્ડન વિઝા વેચશે, જાણો શું છે આ વિઝાની વિશેષતા
Sri Lanka Crises: Economical Crises file image

Follow us on

આર્થિક સંકટ(Economic Crisis) થી ઘેરાયેલા શ્રીલંકા(Sri Lanka)એ નાણાં એકત્ર કરવા માટે પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. સરકારે જાહેરાત કરી છે કે તે શ્રીલંકામાં કામ કરતા અને સ્થાયી થયેલા લોકોને ગોલ્ડન વિઝા(Golden Visa) ઓફર કરવા જઈ રહી છે. શ્રીલંકા હાલમાં વિદેશી મુદ્રા ભંડાર(Forex Reserve)ની અછતનો સામનો કરી રહ્યું છે જેના કારણે દેશમાં ખાદ્ય પદાર્થોની અછત સર્જાઈ છે. સરકાર હાલમાં ભારત અને ચીન પાસે IMF પાસે મદદ માંગી રહી છે. તે જ સમયે સરકાર આવક વધારવા માટે પણ તેના તરફથી પગલાં લઈ રહી છે. ગોલ્ડન વિઝા એ આ શ્રેણીમાં લેવાયેલું એક પગલું છે. જેમાં કોઈ પણ વિદેશી વ્યક્તિ ચોક્કસ રકમ જમા કરીને લાંબા ગાળાના વિઝા સાથે શ્રીલંકામાં રહી શકે છે અથવા બિઝનેસ કરી શકે છે.

ગોલ્ડન વિઝા શું છે?

સરકારે માહિતી આપી છે કે ગોલ્ડન વિઝા લાંબા ગાળાના વિઝા હશે. ગોલ્ડન પેરેડાઇઝ વિઝા પ્રોગ્રામ હેઠળ જે કોઈ પણ વિદેશી તેમના દેશમાં ઓછામાં ઓછા 1 લાખ ડોલર જમા કરાવે છે તેને 10 વર્ષ સુધી દેશમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે એવું માનવામાં આવે છે કે આ પગલાથી મળવાની રકમ જરૂરિયાત કરતા ઘણી ઓછી હશે. કારણ કે દેશે આ વર્ષે 7 બિલિયન ડોલરનું દેવું ચૂકવવાનું છે. જો કે વધતા દેવાને જોતા સરકાર ભંડોળ એકત્ર કરવા માટે અન્ય માર્ગો શોધી રહી છે. પ્રોગ્રામ હેઠળ આ નાણાં વિઝાની અવધિ માટે સ્થાનિક બેંકમાં જમા કરાવવાના રહેશે. સરકારના મીડિયા મંત્રીએ કહ્યું કે આ યોજના દેશની આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરવામાં મદદ કરી શકે છે. આ સાથે સરકારે એવા વિદેશીઓ માટે 5 વર્ષના વિઝાની પણ જાહેરાત કરી છે જેઓ 75,000 ડોલર ખર્ચીને શ્રીલંકામાં ઘર ખરીદવા માંગે છે. સરકારે કહ્યું કે તેની સાથે તે ઘણા આર્થિક સુધારાઓ પર પણ કામ કરી રહી છે જે દેશને આ સંકટમાંથી બહાર લાવી શકે છે.

શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે

શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે, દેશભરમાં ખાદ્ય પદાર્થોની અછત છે. મંગળવારે મોટા ઘટાડાને કારણે કોલંબો સ્ટોક એક્સચેન્જમાં 3 વખત ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું હતું. મુખ્ય સૂચકાંક 9 ટકાથી વધુ તૂટ્યો હતો. બીજી તરફ સોમવારે બજાર લગભગ 13 ટકા તૂટ્યું હતું. ઈક્વિટી માર્કેટ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 47 ટકા ઘટ્યું છે. શ્રીલંકાની વિદેશી ચલણ એક મહિનામાં ડોલર સામે 40 ટકા નબળી પડી છે. ઈંધણના ભાવ ડિસેમ્બરથી બમણા થઈ ગયા છે. બીજી તરફ મંગળવારે જ એલપીજીની કિંમતમાં 81 ટકાનો વધારો થયો છે. સોમવારે જ સિમેન્ટ, સાબુ અને લોન્ડ્રી પાઉડરની કિંમતમાં 17 થી 100 ટકાનો વધારો થયો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ પણ વાંચો :  Akshya Tritiya 2022:અક્ષય તૃતીયના પર્વેએ ઘરે બેઠાં ખરીદી શકાશે 100 ટચ શુદ્ધ સોનું, જાણો કઈ રીતે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે તેલ કંપનીઓએ આપ્યા રાહતના સમાચાર, જાણો તમારા શહેરની 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article