Sovereign gold bond : 4,777 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતે સોનુ ખરીદવાની તક, વાંચો કઈ રીતે

|

May 15, 2021 | 4:45 PM

વિત્તીય વર્ષ 2021-22 માટે સૉવરન ગોલ્ડ બોન્ડનું (Sovereign gold bond) વેચાણ 17 મે એટલે કે સોમવારથી શરૂ થવા જઇ રહ્યુ છે

Sovereign gold bond : 4,777 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતે સોનુ ખરીદવાની તક, વાંચો કઈ રીતે
symbolic image

Follow us on

જો તમે સસ્તા ભાવે સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો કેન્દ્ર સરકાર તમારા માટે ખાસ ઓફર લઇને આવી રહી છે. જેમાં તમે સસ્તા ભાવે સોનું ખરીદીને કોરાણ કરી શકો છો. વિત્તીય વર્ષ 2021-22 માટે સૉવરન ગોલ્ડ બોન્ડનું (Sovereign gold bond) વેચાણ 17 મે એટલે કે સોમવારથી શરૂ થવા જઇ રહ્યુ છે અને 21 તારીખે સ્કીમનો અંતિમ દિવસ હશે.

આ યોજના હેઠળ 5 દિવસ સુધી તમે ઓછી કિંમતે સોનાની ખરીદી કરી શકો છો. હવે RBI દ્વારા એક ગ્રામ સોનાની કિંમત 4,777 રૂપિયા નક્કી કરવામાં આવી છે સાથે જ જો ઓનલાઇન સોનાની ખરીદી કરવામાં આવશે તો પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉંટ પણ આપવામાં આવશે.

વિત્ત મંત્રાલયએ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સૉવરન ગોલ્ડ બોન્ડ મેથી લઇને સપ્ટેમ્બર સુધી 6 ભાગમાં જાહેર કરવામાં આવશે. વિત્તીય વર્ષ 2021-22 માટેની પહેલી સીરીઝનું વેચાણ 17થી 21 મે દરમિયાન થશે અને 25 મે ના રોજ બોન્ડ જાહેર કરવામાં આવશે.

વર્ષ 2021-22 માટે 6 ભાગમાં બોન્ડ જાહેર કરવામાં આવશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?




કેટલુ રોકાણ કરી શકાય ?

આ બોન્ડ યોજના હેઠળ વ્યક્તિગત રોકાણકાર અને પરિવાર દ્વારા એક વર્ષમાં ઓછામાં ઓછુ એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનું ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટ દ્વારા 20 કિલોગ્રામ સુધીના સોનામાં રોકાણ કરી શકે છે.

ક્યાંથી ખરીદી કરી શકો છો ?

બોન્ડ ખરીદવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. રોકાણ કરવા માટે તમે બોન્ડ ઓનલાઇન પણ ખરીદી શકો છો. તમે બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ અથવા તો અમુક પોસ્ટ ઓફિસ અને એનએસઇ તેમજ બીએસઇ જેવા સ્ટોક એક્સચેન્જથી પણ તેની ખરીદી કરી શકો છો.

Published On - 4:31 pm, Sat, 15 May 21

Next Article