રાજસ્થાનનાં શ્રીયંશે શરૂ કરેલો જુના જુતાનો કારોબાર આજે છે ત્રણ કરોડને પાર, કઈ રીતે મળી સફળતા જાણો આ અહેવાલમાં

|

Jul 19, 2021 | 4:01 PM

શ્રીયંશે જણાવ્યું કે જ્યારે મીડિયામાં અમારા કામ વિશે નોંધ લેવાઈ આ કારણે પરિવારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા હતા. બંનેએ પરિવાર પાસેથી 5-5 લાખની રકમ મેળવીને 10 લાખ રૂપિયાથી 2016માં મુંબઈમાં ભાડાથી ઓફિસ લીધી અને કારીગર રાખી ગ્રીન સોલ નામથી બિઝનેસની શરૂઆત કરી.

રાજસ્થાનનાં શ્રીયંશે શરૂ કરેલો જુના જુતાનો કારોબાર આજે છે ત્રણ કરોડને પાર, કઈ રીતે મળી સફળતા જાણો આ અહેવાલમાં

Follow us on

કહેવાય છે કે જેની પાસે જે વસ્તુઓ છે તેની માનવીને કદર નથી હોતી પણ ઘણા એવા માણસો પણ છે જેને દરેક ચીજોની કદર પણ છે અને જરૂિયાતમંદો માટે સાંત્વના પણ, આવી જ વ્યક્તિઓ એટલે રાજસ્થાનના શ્રીયંશ ભંડારી અને ઉત્તરાખંડના રમેશ ધામી કે જેમણે જૂનાં જૂતાંનો ઊભો કર્યો ૩ કરોડનો વ્યાપાર..

હા, સાચું વાચ્યું જૂનાં જૂતાં કે ફાટેલા જૂતાંને આપણે પહેરવાનું છોડી દઈએ છીએ અથવા તો કચરામાં ફેંકી દઈએ છીએ એવા જૂતાંમાંથી આ બંને મિત્રો બનાવે છે નવા જૂતાં અને ચપ્પલ. દેશભરમાં તેમના જૂતાંની ડિમાન્ડ છે, મોટી કંપનીઓ માટે પણ તે જૂતાં ચપ્પલ બનાવે છે અને વર્ષે તેઓ કરે છે ૩ કરોડનો કારોબાર. એટલેથી અટકતું નથી સાથે તેઓ જરૂરિયાતમંદોને કરે છે મફત ચપ્પલનુ વિતરણ.

26 વર્ષીય શ્રીયંશ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે તેઓ સ્ટેટ લેવલના એથ્લીટ પણ રહી ચૂક્યા છે, જ્યારે રમેશ ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લાના રહેવાસી છે. બંનેની દોસ્તી મુંબઈમાં થઈ, જ્યાં તેઓ મેરેથોનની ટ્રેનિંગ લેવા માટે આવતા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મિત્રએ જૂનાં જૂતાંમાંથી તૈયાર કર્યા નવાં જૂતાં, તો આવ્યો આ આઈડિયા. વર્ષ 2015માં જ્યારે શ્રીયંશ મુંબઈના જયહિન્દ કોલેજથી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. એક દિવસ રનિંગ દરમિયાન તેમણે જોયું કે રમેશ જૂનાં જૂતાંને નવાં બનાવીને પહેરે છે.

શ્રીયંશને આ આઈડિયા સારો લાગ્યો, કેમ કે એથ્લીટ્સનાં જૂતાં મોંઘા આવે છે અને ઘણીવાર થોડા સમયમાં ખરાબ પણ થઈ જાય છે. એવામાં તેમને વારંવાર બદલવાં પડે છે. જો આ જૂતાંને ફરીથી પહેરવાલાયક બનાવી દેવામાં આવે તો પૈસાની બચત થશે.

આ વિચાર સાથે શ્રીયંશ અને રમેશે આ આઈડિયા પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે જૂનાં જૂતાંમાંથી કેટલાંક સેમ્પલ તૈયાર કર્યાં અને અમદાવાદમાં એક પ્રદર્શનમાં મુક્યાં. નસીબ સારું રહ્યું અને તેમનાં સેમ્પલનું સિલેક્શન પણ થઈ ગયું.

એ પછી શ્રીયંશ અને રમેશને લાગ્યું કે આ કામને આગળ વધારવું જોઈએ. તેમણે મુંબઈમાં ઠક્કરબાપા કોલોનીમાં સ્થિત એક જૂતાં બનાવતા નાના યુનિટનો સંપર્ક કર્યો.તેમણે પોતાની ડિમાન્ડ જણાવી અને કેટલાક પ્રોટોટાઈપ તૈયાર કરાવ્યા. એ પછી અન્ય બે કોમ્પિટિશન તેઓ જીત્યા અને લગભગ 5 લાખ રૂપિયા કમાયા.

શ્રીયંશે જણાવ્યું કે જ્યારે  અખબારમાં અમારા કામ વિશે નોંધ લેવાઈ આ કારણે પરિવારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા હતા. બંનેએ પરિવાર પાસેથી 5-5 લાખની રકમ મેળવીને 10 લાખ રૂપિયાથી 2016માં મુંબઈમાં ભાડાથી ઓફિસ લીધી અને કારીગર રાખી ગ્રીન સોલ નામથી બિઝનેસની શરૂઆત કરી.

અત્યારસુધી બંને મિત્રો 4 લાખથી વધુ જૂનાં અને ખરાબ જૂતાં રિસાઇકલ કરી ચૂક્યા છે. ફંડિંગ અંગે શ્રીયંશ કહે છે, અમને શરૂઆતથી જ સારો રિસ્પોન્સ મળ્યો, આથી પૈસાની ક્યારેય મુશ્કેલી થઈ નથી. અનેક મોટી કંપનીઓ અમને સ્પોન્સરશિપ પણ આપે છે, એનાથી ઘણો સપોર્ટ મળી જાય છે.

શ્રીયંશની ટીમમાં હાલ 50 લોકો કામ કરે છે. એમાંથી કેટલાક લોકો માર્કેટિંગ સાથે જોડાયેલા છે અને કેટલાક લોકો મેન્યુફેક્ચરિંગ સાથે. તેઓ કહે છે, નવાં જૂતાં તૈયાર કરવા માટે અમે લોકો જૂનાં જૂતાંને તેમની ક્વોલિટીના હિસાબે અલગ-અલગ કેટેગરીમાં વહેંચીએ છીએ.

એ પછી સોલ અને ઉપરનો પાર્ટ અલગ કરી લઈએ છીએ. એ પછી પ્રોસેસ કરીને એક સ્ટાન્ડર્ડ સોલ તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઉપરના ભાગને પણ પ્રોસેસ કરીને નવેસરથી તૈયાર કરીએ છીએ. એ પછી એથી નવાં જૂતાં તૈયાર કરીએ છીએ.

આ રીતે જે જૂતાંમાંથી નવાં જૂતાં ન બની શકે એ અમે ચપ્પલ બનાવીએ છીએ. ક્વોલિટી અને વેરાઇટી અનુસાર એ અલગ-અલગ હોય છે. બિઝનેસની સાથે શ્રીયંશ અને રમેશ એ લોકોને મફતમાં ચપ્પલ વહેંચવાનું અભિયાન પણ ચલાવે છે, જેઓ ગરીબ છે, જે નવાં ચપ્પલો અને જૂતાં ખરીદી શકતા નથી. અત્યારસુધીમાં 4 લાખથી વધુ લોકોને તેઓ ચપ્પલ ડોનેટ કરી ચૂક્યા છે.

એક રિપોર્ટ અનુસાર, લગભગ 35 અબજ જૂનાં જૂતાં દર વર્ષે ફેંકી દેવામાં આવે છે, જ્યારે 1.5 અબજ લોકોને ખુલ્લા પગે રહેવું પડે છે, તેમને જૂતાં કે ચપ્પલ નસીબમાં હોતાં નથી.સોશિયલ મીડિયા અને એક્ઝિબિશનની મદદથી તેઓએ પોતાની પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડી સ્પોર્ટ્સ ગ્રુપ અને ખેલાડીઓ સાથે વાત કરી, તેમને જૂતાં ઉપલબ્ધ કરાવ્યાં.

એ પછી તેમની જોડે કોર્પોરેટ કસ્ટમર્સ જોડાતા ગયા. એ પછી ઓનલાઈન માર્કેટિંગનો સહારો લીધો. પોતાની વેબસાઈટ બનાવી, અમેઝોન અને ફ્લિપકાર્ડ જેવાં પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી. એનાથી તેમને વેચાણ ઘણું સારું થવા લાગ્યું. ઓફલાઈન લેવલ પર અમે દેશનાં અલગ અલગ શહેરોમાં પોતાના રિટેલર્સ રાખ્યા છે, અનેક લોકોએ ડીલરશિપ પણ લઈ રાખી છે.

Next Article