જોરદાર લિસ્ટિંગ પછી Mankind Pharma ના શેર ખરીદવા કે વેચી દેવા જોઈએ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
એપ્રિલ 2023માં આઈપીઓ આવ્યો હતો. સબ્સ્ક્રિપ્શનના સંદર્ભમાં રિટેલ રોકાણકારો માટે આરક્ષિત ભાગ માત્ર 0.92 ગણો સબ્સ્ક્રાઇબ થવા છતાં ઇશ્યૂ એકંદરે 15.32 ગણો ભરાયો હતો.કંપનીનો શેર 1300 રૂપિયા ઉપર લિસ્ટ થયો છે જે મુજબ લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને 20% નો લાભ મળ્યો છે.
ફાર્મા સેક્ટરની કંપની મેનકાઇન્ડ ફાર્મા(Mankind Pharma)ના શેર મંગળવારે શેરબજારમાં લિસ્ટેડ થયા છે. શેર ઇશ્યૂ પ્રાઇસના 20% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. આવી સ્થિતિમાં જે રોકાણકારો શેર ધરાવે છે અથવા જેઓ શેર ખરીદવા માગે છે તેઓએ શું કરવું જોઈએ? આ માટે ગ્લોબલ બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ કવરેજ શરૂ કરવાની સાથે સ્ટોક પર જબરદસ્ત વ્યૂહરચના આપી છે. આ ઉપરાંત સ્ટોક સંબંધિત ટ્રિગરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે એપ્રિલ 2023માં આઈપીઓ આવ્યો હતો. સબ્સ્ક્રિપ્શનના સંદર્ભમાં રિટેલ રોકાણકારો માટે આરક્ષિત ભાગ માત્ર 0.92 ગણો સબ્સ્ક્રાઇબ થવા છતાં ઇશ્યૂ એકંદરે 15.32 ગણો ભરાયો હતો.
જોરદાર લિસ્ટિંગ થયું
મેનકાઇન્ડ ફાર્મા (MANKIND SHARE LISTING)ના શેર મંગળવારે સેકન્ડરી માર્કેટમાં લિસ્ટ થયા છે. મેનકાઇન્ડ ફાર્મા તેની લોકપ્રિય પ્રોડક્ટ્સ મેનફોર્સ કોન્ડોમ અને પ્રેગા ન્યૂઝ પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટના કારણે જાણીતી છે. કંપનીના IPO ને 15 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. આ સાથે ગયા મહિને રૂપિયા 4,326 કરોડ ના IPO ને સારું સબ્સ્ક્રિપશન મળ્યું છે. કંપનીનો શેર 1300 રૂપિયા ઉપર લિસ્ટ થયો છે જે મુજબ લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને 20% નો લાભ મળ્યો છે.
મેનકાઇન્ડ ફાર્મા માટે નિષ્ણાંતોનો અભિપ્રાય
મેક્વેરીએ ફાર્મા સ્ટોક પર આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે. આ સાથે સ્ટોક પર 1400 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ સ્ટોક 9મી મેના રોજ BSE પર રૂ.1300 પર લિસ્ટ થયો હતો. જ્યારે ઈશ્યુની કિંમત રૂ.1080 હતી. બ્રોકરેજ રિપોર્ટ અનુસાર કંપનીનું ફોકસ ગ્રોથ અને માર્જિન વધારવા પર છે. ડિસેમ્બર 2022 સુધીના ડેટા અનુસાર કંપની પાસે ચોખ્ખી રોકડ રૂ. 2.8 અબજ હતી. જોકે, ક્રોનિક સેગમેન્ટમાં કંપનીનો માર્કેટ શેર વધી રહ્યો નથી. આ સિવાય PE રોકાણકારો દ્વારા પાર્ટ સેલિંગ જોવા મળ્યું હતું.
અનિલ સિંઘવીએ જણાવ્યું હતું કે રોકાણકારોએ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં મેનકાઇન્ડ ફાર્માના સ્ટોકમાં રહેવું જોઈએ. એટલે કે હોલ્ડ એ સ્ટોક પર લાંબા ગાળા માટેનો અભિપ્રાય છે. જો સ્ટોક રૂ. 1150ની આસપાસ જોવા મળે છે તો પોર્ટફોલિયોમાં વધુનો સમાવેશ કરવો જોઈએ. તેમણે કહ્યું કે લિસ્ટિંગ બાદ સ્ટોક મજબૂત પ્રદર્શન બતાવી શકે છે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા આર્થિક સલાહકાર અથવા આર્થિક બાબતોના નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઈએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર