Mankind Pharma Share Listing : ફાર્મા કંપનીએ શેરબજારમાં મજબૂત એન્ટ્રી કરી, 20% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો શેર
રૂપિયા 326 કરોડનો Mankind Pharma IPO એકંદરે 15 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. બીજી તરફ ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેરમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. મેનકાઇન્ડ ફાર્માનો રૂ. 4326 કરોડનો IPO 25-27 એપ્રિલની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો.
મેનકાઇન્ડ ફાર્મા (MANKIND SHARE LISTING)ના શેર આજે સેકન્ડરી માર્કેટમાં લિસ્ટ થાય છે. મેનકાઇન્ડ ફાર્મા તેની લોકપ્રિય પ્રોડક્ટ્સ મેનફોર્સ કોન્ડોમ અને પ્રેગા ન્યૂઝ પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટના કારણે જાણીતી છે. કંપનીના IPO ને 15 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. આ સાથે ગયા મહિને રૂપિયા 4,326 કરોડ ના IPO ને સારું સબ્સ્ક્રિપશન મળ્યું છે. શેરબજારના નિષ્ણાતોએ મેનકાઇન્ડ ફાર્મા પર લાંબા ગાળાનો ‘બાય’ કોલ પણ આપ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે મેનકાઇન્ડ ફાર્મા દ્વારા તેના IPO માટે માંગવામાં આવેલ વેલ્યુએશન થોડું મોંઘું હોવા છતાં લાંબા ગાળે રોકાણકારો માટે આ સ્ટોક મૂલ્યવાન સાબિત થઈ શકે છે.કંપનીઓ શેર 1300 રૂપિયા ઉપર લિસ્ટ થયો છે જે મુજબ લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને 20% નો લાભ મળ્યો છે.
MANKIND SHARE LISTINGની આંકડાકીય માહિતી (9 મે2023 સવારે 10.10 વાગે )
Detail | Price or Data |
Open | 1,300.00 |
Issue Price | 1,080.00 |
High | 1,355.00 |
Low | 1,300.00 |
Mkt Cap (Rs. Cr.) | 54,107 |
Sector PE | 20.39 |
આ પણ વાંચો : Mankind Pharma Share Listing : ગ્રે માર્કેટમાં મજબૂત સ્થિતિ સાથે શેર 10% વધારા સાથે લિસ્ટ થઈ શકે છે
પ્રમોટર્સએ OFS દ્વારા હિસ્સો વેચ્યો
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે DRHP મુજબ મેનકાઇન્ડ ફાર્મા IPOમાં નવા શેર જારી કરવામાં આવ્યા ન હતા. એટલે કે આ ઈસ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ એટલે કે OFS હતો. આમાં હાલના રોકાણકારો અને પ્રમોટર્સે તેમનો હિસ્સો વેચ્યો હતો. OFSમાં શેર વેચનારા પ્રમોટરોમાં રમેશ જુનેજા, રાજીવ જુનેજા અને શીતલ અરોરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેર્નહિલ CIPEF, Cairnhill CGPE, Beige Ltd અને Link Investment Trustએ શેર વેચ્યા હતા.
ણો કંપની વિશે
મેનકાઇન્ડ ફાર્માની રચના 1991માં થઈ હતી. 2022 માં તે સ્થાનિક વેચાણની દ્રષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે. 98 ટકા કંપની ભારતમાં તેની આવક પેદા કરે છે. 2021-22માં કંપનીની આવક રૂ. 8,000 કરોડ અને EBIDTA રૂ. 2,200 કરોડ છે. ભારત ઉપરાંત કંપનીના મુખ્ય બજારોમાં અમેરિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળનો સમાવેશ થાય છે. મેનકાઇન્ડ ફાર્મા ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને કન્ઝ્યુમર હેલ્થકેર સેક્ટરમાં કામ કરે છે. કંપની તેના સંશોધન અને વિકાસ કેન્દ્રોનું વિસ્તરણ તેમજ નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…