ZOMATO નું જૂન ક્વાર્ટરમાં નુકસાન વધ્યું છતાં શેર 9 ટકા ઉછળ્યો, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન
કંપનીનું કહેવું છે કે તમામ ખર્ચમાં વધારાને કારણે તેના નુકસાનમાં વધારો નોંધવામાં આવ્યો છે. જુલાઈ 2021 માં Zomato એ IPO લોન્ચ કર્યો જેને રોકાણકારોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમાટો(Zomato)એ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર(Zomato Q1 Results)ના પરિણામો જાહેર કર્યા છે. જૂન 2021 ક્વાર્ટર દરમિયાન કંપનીની ચોખ્ખી ખોટ વધીને 360.7 કરોડ રૂપિયા દર્શાવી છે. અગાઉ એપ્રિલ-જૂન 2021 ક્વાર્ટરમાં કંપનીને 99.80 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી.કંપનીના પરિણામો બાદ બુધવારે ઝોમાટોના શેર(Zomato Stock) તેજીમાં દેખાય હતા. દિવસનો કારોબાર બંધ થયો ત્યારે સ્ટોક ૯.૩૫ ટકા વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયો હતો.
કંપનીનું કહેવું છે કે તમામ ખર્ચમાં વધારાને કારણે તેના નુકસાનમાં વધારો નોંધવામાં આવ્યો છે. જુલાઈ 2021 માં Zomato એ IPO લોન્ચ કર્યો જેને રોકાણકારોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. IPO પછી ઝોમેટોના શેરમાં લોકોની વધતી રુચિનું પરિણામ એ છે કે આજે એટલે કે 11 ઓગસ્ટ, 2021 ના રોજ કંપનીનો શેર 9.35 ટકા વધીને 136.90 રૂપિયા પર પહોંચી ગયો હતો.
ઝોમાટાનો કુલ ખર્ચ વધીને રૂ 1,259 કરોડ થયો ઝોમાટોએ જણાવ્યું હતું કે જૂન 2021 ક્વાર્ટર દરમિયાન સૌથી વધુ ગ્રોસ ઓર્ડર વેલ્યુ (GOV), ઓર્ડરની સંખ્યા, ટ્રાન્ઝેક્ટિંગ યુઝર્સ, સક્રિય રેસ્ટોરન્ટ ભાગીદારો અને સક્રિય ડિસ્ટ્રીબ્યુશન ભાગીદારો નોંધાયા હતા. પ્રથમ ક્વાર્ટરના પરિણામો અનુસાર જૂન 2021 ક્વાર્ટર દરમિયાન કામગીરીમાંથી એકીકૃત આવક 844.4 કરોડ રૂપિયા હતી જે જૂન 2020 ક્વાર્ટરમાં 266 કરોડ રૂપિયા હતી. કંપનીએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ ખર્ચ વધીને રૂ 1,259.7 કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં 383.3 કરોડ રૂપિયા હતો. કંપનીની એડજસ્ટેડ આવક 26 ટકા વધીને રૂ 1,160 કરોડ થઈ છે.
ઝોમેટોનો શેર અંગે શું છે અનુમાન? બજારના જાણકારોના મતે ઝોમાટોનું પ્રદર્શન એકદમ સારું છે. માંગમાં પણ સુધારો થવાની પણ ધારણા છે. આવી સ્થિતિમાં ઝોમેટોનો સ્ટોક 165 રૂપિયાનો લક્ષ્યાંક હાંસલ કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીની કમાણી વધી રહી છે. આવી સ્થિતિમાં તેમનો શેર રૂ 170 થી આગળ વધી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીની વૃદ્ધિને જોતા લોકોએ ઝોમેટોનો આઈપીઓ લીધો હતો.
આ પણ વાંચો : IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા ? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે