Closing Bell: સતત ત્રણ દિવસની તેજી પર આજે લાગી બ્રેક, સેન્સેક્સ 115 પોઈન્ટ તુટ્યો
સેન્સેક્સના ટોપ-30માં પંદર શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને પંદર શેર ઘટ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિંદુસ્તાન યુનિલિવર અને એક્સિસ બેન્ક ટોપ ગેઇનર્સ હતા, જ્યારે રિલાયન્સ, વિપ્રો અને ડૉ. રેડ્ડીઝ સૌથી વધુ ઘટ્યા હતા.
આજે શેરબજારમાં (Share Market Updates) ત્રણ દિવસના ઉછાળા પર બ્રેક લાગી હતી. 115 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 58,568ના સ્તરે (Sensex today) અને નિફ્ટી 33 પોઈન્ટના ઘટાડા સાથે 17,464ના સ્તરે બંધ થયો. સેન્સેક્સના ટોપ-30માં પંદર શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને પંદર શેર ઘટ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિંદુસ્તાન યુનિલિવર અને એક્સિસ બેન્ક ટોપ ગેઈનર્સ હતા, જ્યારે રિલાયન્સ, વિપ્રો અને ડૉ. રેડ્ડીઝ સૌથી વધુ ઘટ્યા હતા. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 264.06 લાખ કરોડ થયું છે. આ સમયે, બજારમાં ઉતાર-ચઢાવનો ટ્રેન્ડ ચાલુ છે.
બજારની આ હિલચાલ અંગે રેલિગેર બ્રોકિંગના વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે આજે રોકાણકારોએ માસિક એક્સપાયરી પર મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. આજે એફએમસીજી, ઓટો અને રિયલ્ટીમાં વધારો નોંધાયો હતો, જ્યારે આઈટી, જાહેર ક્ષેત્રની બેંક અને ફાર્મા સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ હતું. જેના કારણે બજારમાં તણાવ જોવા મળ્યો હતો.
200 સુધી પહોંચી શકે છે અદાણી પાવર
મિન્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં મારવાડી ફાઈનાન્શિયલ સર્વિસિસના જય ઠક્કરે જણાવ્યું હતું કે અદાણી પાવરના શેરમાં વધારો એટલા માટે થયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. રાજસ્થાન સ્થિત ત્રણ ડિસ્કોકને અદાણી પાવરના બિલ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ સ્ટોક 200ની કિંમતને સ્પર્શશે. તે પછી તેમાં એક પ્રકારનો ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો : 31 March Last Date : આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા નહિ કરો તો આવતીકાલથી દંડનો સામનો કરવો પડશે