Share Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ , SENSEX 50,311.47 સુધી લપસ્યો

|

Mar 05, 2021 | 10:37 AM

નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર (Share Market)માં સતત બીજા દિવસે પ્રારંભિક ઉતાર-ચઢાવ દર્શાવી રહ્યું છે.

Share Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ , SENSEX 50,311.47 સુધી લપસ્યો
STOCK MARKET

Follow us on

નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર(Share Market)માં સતત બીજા દિવસે પ્રારંભિક ઉતાર-ચઢાવ દર્શાવી રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ 50,311.47 સુધી ગગડ્યો હતો, જયારે નિફટીએ 14,929.25 સુધી નીચલા સ્તરે નોંધાયો છે. જોકે કારોબાર આગળ વધતો ગયો તેમ તેમ સ્થિતિમાં સુધારો પણ નજરે પડયો હતો.

સેન્સેક્સમાં બેન્કના શેરોમાં સૌથી વધુ 2% નો ઘટાડો થયો છે, જ્યારે ઓએનજીસીના શેર 4% ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ વેચવાલી દેખાઈ છે. નિફ્ટી બેંક અને મેટલ ઇન્ડેક્સમાં 1.50% નો ઘટાડો થયો છે.

સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.24 ટકાની નબળાઈ દેખાઈ, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.21 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.41 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતીય શેરબજારમાં ગુરુવારે પણ ઘટાડો થયો હતો. સેન્સેક્સ 598.57 પોઇન્ટ તૂટીને 50,846.08 અને નિફ્ટી 164.85 પોઇન્ટ તૂટીને 15,080.75 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારની હાઈલાઈટસ

  • BSE માં 2,104 શેરોનો વેપાર થાય છે.
  • 1,180 શેર વધ્યા અને 836 ઘટ્યા છે.
  • 120 શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી.
  • લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 209 લાખ કરોડ રૂપિયા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે 10 .10 વાગે )
બજાર      સૂચકઆંક            વૃદ્ધિ
સેન્સેક્સ  50,885.57    +39.49 (0.078%)
નિફટી    15,087.60    +6.85 (0.045%)

Next Article