Share Market : સપ્તાહના પેહલા દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત, SENSEX 48,028 સુધી સરક્યો

|

May 03, 2021 | 10:09 AM

ભારતીય શેરબજાર(Share Market) મેના પ્રથમ કારોબારી દિવસે ઘટાડા સાથે ખુલ્યા હતા હાલ શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

Share Market : સપ્તાહના પેહલા દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત, SENSEX 48,028 સુધી સરક્યો
Stock Market

Follow us on

ભારતીય શેરબજાર(Share Market) મેના પ્રથમ કારોબારી દિવસે ઘટાડા સાથે ખુલ્યા હતા હાલ શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. આજે સેન્સેક્સ ૩૦૦ પોઇન્ટ કરતા નીચે કારોબાર કરતો નજરે પડી રહ્યો છે તો નિફ્ટી 80 પોઇન્ટ આસપાસ સરકીને ટ્રેડિંગ કરતો નજરે પડી રહ્યો છે. ખાનગી બેંક ક્ષેત્રમાં 1.51% નો ઘટાડો દેખાયો છે તો AU સ્મોલ ફાઇનાન્સ બેંક લિ.ના શેરમાં સૌથી વધુ 7% નો ઘટાડો દર્જ થયો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦ વાગે
બજાર        સૂચકઆંક            ઘટાડો
સેન્સેક્સ    48,452.20     −330.16 (0.68%)
નિફટી       14,549.55    −81.55 (0.56%)

આ અગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 426.35 પોઇન્ટ તૂટીને 48,782.36 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી 150.05 પોઇન્ટના ઘટાડા સાથે 14,631.10 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આજે મેં મહિના અને સપ્તાહના પ્રથમ કારોબારી દિવસની બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ48,028 પર જ્યારે નિફ્ટીએ 14,416.25 સુધી ગોથા લગાવ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી ઘટાડાની નબળાઈ જોવા મળી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.86 ટકાની નબળાઈ દેખાઈ રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.93 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.01 ટકાના ઘટીને કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 2.17 ટકા ઘટાડાની સાથે 32,071.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open   48,356.01
High   48,493.14
Low    48,028.07

NIFTY
Open   14,481.05
High   14,561.35
Low    14,416.25

Next Article