SHARE MARKET: કોરોનાના કેસ ફરી વધતાં ગભરાટ વચ્ચે વેચવાલીથી SENSEX 1,145 અંક લપસ્યો

|

Feb 22, 2021 | 4:26 PM

કોરોનાના કેસો વધતા ફરી ગભરાટના માહોલ વચ્ચે આજે રોકાણકારોએ શેરનું જોરદાર વેચાણ કર્યું અને તેના કારણે શેરબજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા છે.

SHARE MARKET: કોરોનાના કેસ ફરી વધતાં ગભરાટ વચ્ચે વેચવાલીથી SENSEX 1,145 અંક લપસ્યો

Follow us on

SHARE MARKET: કોરોનાના કેસો વધતા ફરી ગભરાટના માહોલ વચ્ચે આજે રોકાણકારોએ શેરનું જોરદાર વેચાણ કર્યું અને તેના કારણે શેરબજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા છે. આજે સેન્સેક્સ 1,145 અંક નીચે 49,744.32 પર બંધ રહ્યો છે. નિફટી પણ 14,675.70ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં 306.05 અંકનો ઘટાડો દર્જ થયો છે. આજે ઘટાડાને કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ.4.1 લાખ કરોડ ઘટીને 200 લાખ કરોડની નીચે 199.88 લાખ કરોડ થઈ ગઈ છે, જે શુક્રવારે 203.98 લાખ કરોડ રૂપિયા હતી.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર         સૂચકઆંક            ઘટાડો
સેન્સેક્સ     49,744.32   −1,145.44 (2.25%)
નિફટી       14,675.70     −306.05 (2.04%)

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આજે બજારમાં જબરદસ્ત ઘટાડા પાછળ આ કારણ મહત્વના રહ્યા હતા

-દેશમાં કોરોના વધતા જતા કેસોથી રોકાણકારો ગભરાયા છે.
– યુરોપના શેરબજારો બપોરે ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા.
– સ્થાનિક બજારના દિગ્ગ્જ શેરમાં તીવ્ર ઘટાડો થયો. જેમાં એસબીઆઈ સહિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો સમાવેશ થાય છે.
– એક્સચેન્જમાં પણ 62% શેર ઘટે છે.

 

શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open   50,910.51
High   50,986.03
Low    49,617.37

NIFTY
Open   14,999.05
High   15,010.10
Low    14,635.05

Next Article