Share Market : પ્રારંભિક નરમાશ સાથે SENSEX 49,545 સુધી સરક્યો

|

Apr 05, 2021 | 9:42 AM

આજે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત નરમાશ સાથે થતી જોવા મળી રહી છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડો દર્શાવી રહ્યા છે.

Share Market : પ્રારંભિક નરમાશ સાથે SENSEX 49,545 સુધી સરક્યો
ભારતીય શેરબજાર આજે પ્રારંભિક નરમાશ દર્શાવી રહ્યું છે.

Follow us on

આજે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત નરમાશ સાથે થતી જોવા મળી રહી છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડો દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,545.93 સુધી સરક્યો હતો જ્યારે નિફ્ટીએ 14,736.60 સુધી નીચલા સ્તરે ગોથા લગાવ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 0.78 અને નિફ્ટીમાં 0.69 ટકા સુધી નબળાઈ દેખાય છે.

પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે 9.34 વાગે

Market SENSEX NIFTY
Index 49,659.21 14,765.55
GAIN −370.62 (0.74%) −101.80 (0.68%)

આજે સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી જયારે મિડકેપ શેરોમાં નબળાઈનું દબાણ દેખાયું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.02 ટકાનો નજીવો ઘટાડો દેખાડી રહ્યો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.61 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.20 ટકા ઘટાડાની સાથે 33,452.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 468 અંક નીચે 33,389.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેર પૈકી 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં બજાજ ફાઇનાન્સનો શેર સૌથી વધુ 2.5% ની નીચે આવી ગયો છે.

આજે એક્સચેંજમાં 1,897 શેરોનો વેપાર થઈ રહ્યો છે. 706 શેરોમાં ઉછાળો જયારે 1,084 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ આજે રૂ 205.95 લાખ કરોડ નોંધાઈ છે જે 1 એપ્રિલના રોજ 207.25 લાખ કરોડ રૂપિયા હતી.

Published On - 9:39 am, Mon, 5 April 21

Next Article