Share Market : સતત ચોથા દિવસે વૃદ્ધિ નોંધાઈ , SENSEX 295 અને NIFTY 119 અંક ઉછળ્યો

|

May 10, 2021 | 5:03 PM

આજે શેરબજાર(Share Market)માં સતત ચોથા દિવસે સારી ખરીદીના કારણે બજાર વૃદ્ધિ સાથે બંધ થયું હતું.

Share Market : સતત ચોથા દિવસે વૃદ્ધિ નોંધાઈ , SENSEX  295 અને NIFTY 119 અંક ઉછળ્યો
Share Market

Follow us on

આજે શેરબજાર(Share Market)માં સતત ચોથા દિવસે સારી ખરીદીના કારણે બજાર વૃદ્ધિ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 295 અંક વધીને 49,502 ની સપાટીએ બંધ રહ્યો હતો જયારે નિફ્ટીએ 119 અંક ઉપર 14,942 ના સ્તરે કારોબાર સમાપ્ત કર્યો હતો. રોકાણકારોએ ફાર્મા, મેટલ અને સરકારી ક્ષેત્રના બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી કરી હતી. એનએસઈ પર આ ઇન્ડેક્સ 3% સુધી મજબૂતી સાથે બંધ થયા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર         સૂચકઆંક          વધારો
સેન્સેક્સ    49,502.41     +295.94 (0.60%)
નિફટી      14,942.35      +119.20 (0.80%)

સેન્સેક્સના 30 શેરોમાં 23 શેરોમાં તેજી જોવા મળી હતી. ઇન્ડેક્સમાં લારસન એન્ડ ટર્બોમાં 4% નો ઉછાળો દેખાયો હતો સાથે અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1.3% ની મજબૂતી જોવા મળી. બીએસઈમાં 3,330 શેરમાં કારોબાર થયો હતો જે પૈકી 2,079 શેરોમાં વધારો અને 1,027 શેરમાંઘટાડો દર્જ થયો હતો. એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને 213.38 લાખ કરોડ રૂપિયા થઈ છે જે 7 મેના રોજ 211.24 લાખ કરોડ રૂપિયા હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સેન્સેક્સ સવારે 289 પોઇન્ટના ઉછાળા સાથે 49,496 ની સંપત્તિ ઉપર અને નિફ્ટી 105 પોઇન્ટના ઉછાળા સાથે 14,928 ના સ્તરે ખુલ્યા હતા. શુક્રવારે બજારો વૃદ્ધિ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 256.71 પોઇન્ટ વધીને 49,206.47 પર તો નિફ્ટી 98.35 અંકના વધારા સાથે 14,823.15 ના સ્તરે બંધ રહ્યો હતો.

આજના કારોબારી સત્ર દરમ્યાન નિફ્ટી 14,942.35 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 49,502.41 પર બંધ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટીએ 14,966.90 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 49,617.47 સુધી ઉછળ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.97 ટકા ઉછળીને 20,807.97 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.94 ટકાની મજબૂતીની સાથે 22,426.16 પર બંધ થયા છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open   49,496.05
High   49,617.47
Low   49,412.05

NIFTY
Open   14,928.25
High   14,966.90
Low   14,892.50

Next Article