Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, SENSEX 59,429 સુધી ઉછળ્યો

|

Sep 23, 2021 | 9:40 AM

ગ્લોબલ માર્કેટથી સંકેત સારા મળ્યા છે. SGX NIFTY માં અડધા ટકાનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. DOW FUTURES 160 પોઇન્ટ ઊપર છે. 4 દિવસોના ઘટાડાની બાદ કાલે DOW અને S&P 500 મજબૂત બંધ થયા હતા.

સમાચાર સાંભળો
Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, SENSEX 59,429 સુધી ઉછળ્યો
Stock Market

Follow us on

વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજાર(Share Market) જબરદસ્ત તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 59,358 પાર ખુલ્યો હતો નિફ્ટીએ 17,670 પર કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતી કારોબારમાં SENSEX 59,417.66 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો હતો. ઈન્ડેક્સની સર્વોચ્ચ સપાટી 59,737.૩૨ છે. NIFTY 17,693.૧૫ સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો. ઇન્ડેક્સ ૧૪૦ અંક કરતા વધુ વધ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો લાભ સાથે વેપાર કરી રહ્યા છે અને 3 શેર નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે. જેમાં ટાટા સ્ટીલનો હિસ્સો 2% અને એક્સિસ બેંકનો શેર 1% વધ્યો છે.

BSEમાં 2,365 શેરમાં વેપાર થયો હતો જેમાં 1,878 શેર વધ્યા અને 399 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 260 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ અગાઉ છેલ્લા સત્રમાં બુધવારે સેન્સેક્સ 78 અંક ઘટીને 58,927 અને નિફ્ટી 15 અંક ઘટીને 17,546 પર બંધ થયો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગ્લોબલ માર્કેટથી સંકેત સારા મળ્યા છે. SGX NIFTY માં અડધા ટકાનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. DOW FUTURES 160 પોઇન્ટ ઊપર છે. 4 દિવસોના ઘટાડાની બાદ કાલે DOW અને S&P 500 મજબૂત બંધ થયા હતા. ફેડના વ્યાજ દર નહીં બદલવાથી બજારમાં જોશ વધ્યો છે.

US FED એ વ્યાજદરોમાં બદલાવ ના કરતા તેને શૂન્ય પર કાયમ રાખ્યો છે. જોકે ફેડે સ્પષ્ટ કર્યું છે કે તે ટૂંક સમયમાં બોન્ડની ખરીદી ઘટાડશે પરંતુ સમય આપ્યો નથી. જો કે નવેમ્બરથી બોન્ડની ખરીદીમાં ઘટાડો થવાના સંકેત છે.Fed ના નિર્ણયની બાદ Dow 338 અંક વધીને બંધ થયા. જ્યારે S&P 41 અંક ઉછળાની સાથે બંધ થયા. Nasdaq માં 1% ની તેજી જોવાને મળી. સ્મૉલકેપ ઈંડેક્સ Russell 2000 માં 1.5% ના ઉછાળો જોવા મળ્યો છે. 10 વર્ષના US બોન્ડ યીલ્ડ 1.3%છે.

Demat ખાતાધારકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં KYC અપડેટ કરવા પડશે
Demat – Trading Account KYC : ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકોને ડિપોઝિટરીઝ દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં KYC અપડેટ કરવા કહેવામાં આવ્યું હતું. અપડેટ કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થવા માટે માત્ર 7 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, ખાતાધારકોએ તેને જલ્દીથી અપડેટ કરવું જોઈએ અન્યથા તેમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) દ્વારા આ સંદર્ભમાં પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : Demat ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 7 દિવસમાં પતાવી લો આ કામ નહીંતર ખાતું DEACTIVE થઈ જશે

 

આ પણ વાંચો : Bharti Airtel 21000 કરોડ માટે Rights Issue લાવશે, 5 ઓક્ટોબરથી મળશે સસ્તા ભાવે શેર ખરીદવાની તક

Next Article