Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 50 હજારને પાર પહોંચ્યો

|

Apr 08, 2021 | 10:07 AM

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર(Share Market) તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતી વેપારમાં ૫૦ હજારને પર 50,061.90 ના ઉપલા સ્તરે પહોંચ્યો હતો જયારે NIFTY 14,939.15 સુધી ઉછળ્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ ૦૭ ટકા ઉપર કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦ વાગે Market SENSEX NIFTY Index 50,025.45 14,930.00 […]

Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 50 હજારને પાર પહોંચ્યો
કારોબારની સારી શરૂઆતના પગલે SENSEX 50,000 ના સ્તરથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

Follow us on

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર(Share Market) તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતી વેપારમાં ૫૦ હજારને પર 50,061.90 ના ઉપલા સ્તરે પહોંચ્યો હતો જયારે NIFTY 14,939.15 સુધી ઉછળ્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ ૦૭ ટકા ઉપર કારોબાર કરતા નજરે પડી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦ વાગે

Market SENSEX NIFTY
Index 50,025.45 14,930.00
GAIN +363.69 (0.73%) +110.95 (0.75%)

આજે સેન્સેક્સમાં 30 શેરોમાં 25 શેરોનો વધારો થયો છે. ઈન્ડેક્સમાં બજાજ ફિન્સર્વ અને એચડીએફસી 1.9% ની વૃદ્ધિ સાથે ટોચ પર છે બીજીતરફ ઓએનજીસી અને ડો. રેડ્ડીના શેરમાં થોડો ઘટાડો છે.નિફ્ટી પણ 100 પોઇન્ટ ઉપર વધારો દર્જ કરાવી ચુક્યો છે. ઇન્ડેક્સમાં 2% ની મજબૂતી સાથે હિન્ડાલ્કોનો શેર ટોપ ગેઈનર છે. મેટલ સેક્ટરના શેરોમાં ઉછાળા સાથે બજારમાં સારી ખરીદી દેખાઈ છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.5% વધીને 4,389 પર કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત રિયલ્ટી અને સરકારી બેંકિંગ શેર પણ સારી ખરીદી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આજે BSE માં 2,098 શેરમાં વેપાર થયો છે. 1,533 શેરોમાં વધારો અને 474 શેરમાં ઘટાડો દર્જ થયો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ ગઈકાલે રૂ 208.24 લાખ કરોડ હતી જે આજે રૂ 209.61 લાખ કરોડ થઈ ગઈ છે.

સ્મોલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીની સાથે દેખાઈ રહ્યો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે.

Published On - 10:05 am, Thu, 8 April 21

Next Article