Share Market : ઉતાર – ચઢાવના અંતે SENSEX 42 અંકની વૃદ્ધિ સાથે 49201 અંક ઉપર બંધ થયો

|

Apr 06, 2021 | 5:29 PM

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થવાને કારણે ગભરાટના માહોલ વચ્ચે શેરબજાર(Share Market)માં ઉતાર - ચઢાવ જોવા મળ્યા હતા.

Share Market : ઉતાર - ચઢાવના અંતે SENSEX 42 અંકની વૃદ્ધિ સાથે 49201 અંક ઉપર બંધ થયો
Bombay Stock Exchange - BSE

Follow us on

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થવાને કારણે ગભરાટના માહોલ વચ્ચે શેરબજાર(Share Market)માં ઉતાર – ચઢાવ જોવા મળ્યા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ 42 પોઇન્ટના વધારા સાથે 49,201 પર બંધ રહ્યો છે. નિફ્ટી પણ 45 પોઇન્ટના વધારા સાથે 14,683 ની સપાટીએ બંધ રહ્યો છે. આ પહેલા સોમવારે બજારમાં ઘટાડો દર્જ થયો હતો.

લોકડાઉનના વહેતા થયેલ અહેવાલોના કારણે આર્થિક રિકવરીની ગતિ ધીમી થવા લાગી છે તેની અસર માર્કેટમાં પણ પડી રહી છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક જેવા મોટા શેર ઘટાડા સાથે બંધ થયા છે. બીજી તરફ બિઝનેસ ગ્રોથને કારણે અદાણી પોર્ટના શેરમાં 14% થી વધુનો ઉછાળો આવ્યો છે.

આજે રોકાણકારોએ મેટલ અને ફાર્મા ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ખરીદી કરી હતી. એનએસઈ પર બંને ઇન્ડેક્સ 1% ના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટીમાં જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં 8.8% નો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 17 શેરોમાં પણ તેજી જોવા મળી હતી. એશિયન પેઇન્ટ્સના શેર 4% સુધી વધારા સાથે બંધ થયા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

BSE પર 3,071 શેરોમાં કારોબાર થયો હતો જે પૈકી 1,672 શેર વધારા સાથે બંધ થયા અને 1,212 શેરમાં નુકશાન દર્જ થયું છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈ કાલે રૂ. 205.09 લાખ કરોડ હતી જે વધીને રૂ. 206.44 લાખ કરોડ થઈ ગઈ છે. આજે સવારે સેન્સેક્સ 281 પોઇન્ટના ઉછાળા સાથે 49,441.13 અને નિફ્ટી 99 પોઇન્ટના ઉછાળા સાથે 14,737.00 પર ખુલ્યા હતા.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 49,201.39 14,683.50
GAIN +42.07 (0.086%) +45.70 (0.31%)
Next Article