Share Market: પ્રારંભિક તેજી છતાં સતત પાંચમાં દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું, SENSEX 585 અંક તૂટ્યો

|

Mar 18, 2021 | 4:33 PM

આજે શેરબજાર (Share Market)માં સતત પાંચમાં દિવસે વેચવાલીના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 585 અંક તૂટીને 49,216.52ની સપાટીએ બંધ રહ્યો છે.

Share Market: પ્રારંભિક તેજી છતાં સતત પાંચમાં દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું, SENSEX 585 અંક તૂટ્યો

Follow us on

આજે શેરબજાર (Share Market)માં સતત પાંચમાં દિવસે વેચવાલીના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 585 અંક તૂટીને 49,216.52ની સપાટીએ બંધ રહ્યો છે. ભારે વેચવાલીના કારણે ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ 48,962.36 સુધી લપસ્યો છે. આ અગાઉ 26 ફેબ્રુઆરીએ ઈન્ડેક્સ 49,000ના સ્તરથી નીચે દર્જ થયો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 163 અંક ઘટીને 14,557.85 પર આવી ગયો છે. ઈન્ડેક્સમાં 1.11 ટકાનો ઘટાડો દર્જ થયો છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર          સૂચકઆંક       ઘટાડો
સેન્સેક્સ      49,216.52    −585.10 
નિફટી         14,557.85    −163.45 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આજે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 21 શેરમાં ઘટાડો થયો છે, જેમાં HCLનો શેર સૌથી વધુ 3.4% ઘટ્યો છે. આ સિવાય ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી હતી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રે રોકાણકારોએ સૌથી વધુ શેર વેચ્યા હતા. આઈટી ઈન્ડેક્સ 810 પોઈન્ટ ઘટીને 25,373.35 પર બંધ રહ્યો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 372 પોઈન્ટ તૂટીને 33,856.80 પર બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં બેંક ઓફ બરોડાનો શેર 8.8% ઘટ્યો છે.

 

એક્સચેન્જ પર 69% શેરના ભાવ ઘટ્યા છે. એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં પણ રૂ. 2.42 લાખ કરોડનો ઘટાડો થયો છે. આજે બીએસઈમાં 3,121 શેરમાં કારોબાર થયો હતો, જેમાં 830 શેરો વધ્યા અને 2,154 ઘટીને બંધ થયા હતા. કુલ 391 શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ગઈકાલે રૂ. 203.71 લાખ કરોડ હતી, જે ઘટીને રૂ. 201.29 લાખ કરોડ થઈ ગઈ છે.

 

ભારતીય શેરબજારમાં આજે આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open  50,161.25
High  50,296.35
Low   48,962.36

NIFTY
Open    14,855.50
High    14,875.20
Low     14,478.60

Next Article