Share Market: વર્ષ 2021ના સૌથી મોટા ઘટાડા સાથે SENSEX 1939 અને NIFTY 568 અંક તૂટ્યો

|

Feb 26, 2021 | 4:37 PM

નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે શેરબજાર(Share Market)માં ભારે ઘટાડો દર્જ થયો છે. સેન્સેક્સ 1,939 અંક એટલે કે 3.80% તૂટીને 49,099.99 પર બંધ રહ્યો છે. 2021 માં બજારમાં આ સૌથી મોટો ઘટાડો છે.

Share Market: વર્ષ 2021ના સૌથી મોટા ઘટાડા સાથે SENSEX 1939 અને NIFTY 568 અંક તૂટ્યો
STOCK MARKET INVESTOR FILE PIC.

Follow us on

નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે શેરબજાર(Share Market)માં ભારે ઘટાડો દર્જ થયો છે. સેન્સેક્સ 1,939 અંક એટલે કે 3.80% તૂટીને 49,099.99 પર બંધ રહ્યો છે. 2021 માં બજારમાં આ સૌથી મોટો ઘટાડો છે. 4 મે, 2020 ના રોજ એક જ દિવસે આ પ્રકારનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ઇન્ડેક્સ બે હજારથી વધુ પોઈન્ટ ગગડ્યો હતો.

નિફટી ઇન્ડેક્સમાં 568.20 અંક મુજબ 3.76% ઘટાડાના અંતે ઇન્ડેક્સ 14,529.15 ની સપાટી ઉપર બંધ થયો હતો. આજના કારોબારમાં નિફટી 14,467.75 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર       સૂચકઆંક          ઘટાડો
સેન્સેક્સ   49,099.99    1,939.32 (3.80%)
નિફટી      14,529.15    568.20 (3.76%)

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભારે ઘટાડા વચ્ચે સેન્સેક્સ 2148.83 ઘટીને 48,890.48 સુધી પહોંચી ગયો હતો. ઇન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ 30 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એમ એન્ડ એમ અને ઓએનજીસીના શેરમાં 6% ના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા.

શેરના બજાર ઘટાડામાંમાં મુખ્ય શેરો મોખરે હતા. એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડસઇન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત અન્ય મોટા બેન્કિંગ શેરોમાં 5% થી વધુનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને ભારતી એરટેલ પણ 2% કરતા વધુ ગગડીને બંધ રહ્યા છે. પરિણામે માર્કેટ કેપની દ્રષ્ટિએ 10 સૌથી મોટી કંપનીમાંથી 7 ની માર્કેટ કેપમાં આશરે 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી
>> બીએસઈમાં કુલ 3,101 શેરમાં કારોબાર થયો હતો.
>> 1,059 શેર વધ્યા અને 1,855 ઘટ્યા હતા.
>> લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ 5.43 લાખ કરોડથી ઘટી
>> માર્કેટ કેપ 200.75 લાખ કરોડ થઈ ગઈ છે જે ગઈકાલે રૂ 206.18 લાખ કરોડ હતી.

Next Article