Share Market : કારોબારી સપ્તાહના અંતે બજાર તેજી સાથે બંધ થયા, SENSEX 256 અને NIFTY 98 અંક ઉછળ્યા

|

May 07, 2021 | 5:00 PM

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Share Market) મજબૂતી દર્જ કરી બંધ થયા હતા.

Share Market : કારોબારી સપ્તાહના અંતે બજાર તેજી સાથે બંધ થયા, SENSEX 256 અને NIFTY 98 અંક ઉછળ્યા
SHARE MARKET

Follow us on

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Share Market) મજબૂતી દર્જ કરી બંધ થયા હતા. આજના કારોબારના અંતે નિફ્ટી 0.67% મુજબ 98.35 પોઇન્ટ વધીને 14,823 પોઇન્ટ પર બંધ રહ્યો હતો તો બીજી તરફ સેન્સેક્સએ 0.52% અનુસાર 256.71 પોઇન્ટ વધીને 49,206.47 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થતિ
બજાર         સૂચકઆંક          વધારો
સેન્સેક્સ    49,206.47    +256.71 (0.52%)
નિફટી       14,823.15     +98.35 (0.67%)

આજે મેટલ, મીડિયા, રિયલ્ટી અને નાણાકીય સેવાઓ કંપનીઓના શેરમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો. સેક્ટર ઈન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 4.73% વધ્યો હતો . નિફ્ટીનો ફાર્મા ઈન્ડેક્સમાં ખાસ બદલાવ રહ્યો ન હતો જ્યારે બીજીતરફ ફક્ત જાહેર ક્ષેત્રની બેંકોના સૂચકાંક ઘટ્યો હતો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નાલ્કો, એનએમડીસી, સેઇલ, ટાટા સ્ટીલ, વેદાંત, હિન્દાલ્કો, ગ્લેનમાર્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, મુથૂટ ફાઇનાન્સ, એલઆઈસી હાઉસિંગ, બજાજ ફિનસવર અને મેકડોવેલનો ટ્રેન્ડ જોરદાર વલણ ધરાવે છે જે વધુ થોડા દિવસો સુધી ચાલુ રહેવાનું અનુમાન છે. એસઆરએફ, દીપક નાઇટ્રાઇટ, જ્યુબિલન્ટ ફૂડ, પિરામલ એન્ટરપ્રાઇઝ, ફેડરલ બેંક, એમઆરએફ અને એમ એન્ડ એમ ફાઇનાન્સમાં નબળાઇ રહી હતી.

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર સારી સ્થિતિ સાથે બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 14,863.05 સુધી ઉપલી સપાટી બતાવી તો સેન્સેક્સ 49,417.64 સુધી ઉછળ્યો હતો. આજે સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.04 ટકા મામૂલી ઘટીને 20,608.61 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.15 ટકાની મજબૂતીની સાથે 22,218.10 પર બંધ થયા છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open     49,169.14
High     49,417.64
Low     49,036.38

NIFTY
Open     14,816.85
High     14,863.05
Low     14,765.50

Next Article