Share Market: વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ પ્રારંભિક ઘટાડો, SENSEX 50,659 સુધી સરક્યો

|

Mar 04, 2021 | 9:46 AM

વિશ્વભરના શેર બજારો(Share Market)માં ભારે વેચવાલીને કારણે ભારતીય બજાર પણ દબાણ હેઠળ કારોબાર કરી રહ્યું છે.નિફટી 15,013.55 ની સપાટી સુધી આજના નીચલા સ્તરે સરક્યું હતું જયારે સેન્સેક્સ 50,659.17ના સ્તર પર નીચલા સ્તરે પહોંચ્યું હતું.

Share Market: વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ પ્રારંભિક ઘટાડો, SENSEX 50,659 સુધી સરક્યો
શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

Follow us on

વિશ્વભરના શેર બજારો(Share Market)માં ભારે વેચવાલીને કારણે ભારતીય બજાર પણ દબાણ હેઠળ કારોબાર કરી રહ્યું છે.નિફટી 15,013.55 ની સપાટી સુધી આજના નીચલા સ્તરે સરક્યું હતું જયારે સેન્સેક્સ 50,659.17ના સ્તર પર નીચલા સ્તરે પહોંચ્યું હતું.

આજના ઘટાડામાં બેન્કિંગ શેર મોખરે છે. બેંક ઇન્ડેક્સ 826 પોઇન્ટના ઘટાડા સાથે 40,003.91 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક અને એચડીએફસી બેન્ક સૌથી વધુ નુકસાનમાં રહ્યા છે બંનેમાં-2% નો ઘટાડો છે.

આજના પ્રારંભિક કારોબારમાં BSE માં 1,745 શેરમાં વેપાર થયો છે. 646 શેરોમાં વધારો અને 1,023 માં ઘટાડો થયો છે. 64 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે 210.22 લાખ કરોડ રૂપિયા હતી જે ઘટીને રૂ 208.71 લાખ કરોડ થઈ ગઈ છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

અમેરિકાના બજારોમાં ભારે વેચાલીને કારણે અન્ય શેર બજારોમાં પણ ભારે ઘટાડો થયો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 517 અંક, હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 816 પોઇન્ટ અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઇન્ડેક્સમાં 1.74% નો ઘટાડો થયો છે. યુએસ શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ રહયા હતા. નાસ્ડેક 2.70% ,ડાઉ જોન્સ અને એસ એન્ડ પી 500 ઇન્ડેક્સમાં 1.39% ઘટાડો થયો છે. બીજી તરફ યુરોપિયન શેર બજારો નજીવા ફાયદા સાથે બંધ થયા છે.

બુધવારે ઘરેલુ બજારમાં જોરદાર ખરીદી થઈ હતી. બુધવારે સેન્સેક્સ 1147 અંક વધીને 51,444.65 પર અને નિફ્ટી 326 પોઇન્ટ વધીને 15,245.60 પર બંધ રહ્યો છે.

Published On - 9:45 am, Thu, 4 March 21

Next Article