Share Market : વૈશ્વિક નરમાશ સાથે ભારતીય શેરબજાર પણ તૂટ્યું, SENSEX 627 અંક લપસ્યો

|

Mar 31, 2021 | 4:28 PM

ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસરના પગલે ભારતીય શેરબજાર પણ લાલ નિશાન નીચે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 627 અંક ઘટીને 49,509.15 પર બંધ થયું હતું

Share Market : વૈશ્વિક નરમાશ સાથે ભારતીય શેરબજાર પણ તૂટ્યું, SENSEX 627 અંક લપસ્યો
શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું હતું.

Follow us on

ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસરના પગલે ભારતીય શેરબજાર(Share Market) પણ લાલ નિશાન નીચે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 627 અંક ઘટીને 49,509.15 પર બંધ થયું હતું જયારે નિફ્ટીએ પણ 154 અંક નીચે 14,690.70 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 19 શેરમાં આજે ઘટાડો થયો છે. એચડીએફસી અને એચડીએફસી બેન્કના શેરમાં સૌથી વધુ 4% ઘટાડો થયો છે. બીજીતરફ ટાટા સ્ટીલનો શેર 2% વધ્યો છે. અગાઉ બજારમાં સતત બે દિવસ ઉછાળો નોંધાયો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 49,509.15 14,690.70
GAIN −627.43 (1.25%) −154.40 (1.04%)

આજે રોકાણકારો આઇટી અને બેંકિંગ ક્ષેત્રે સૌથી વધુ શેર વેચ્યા છે. બજારમાં ઘટાડાને લીધે નિફ્ટી બેંક ઈન્ડેક્સ 571 પોઇન્ટ તૂટીને 33,303.90 પર આવી ગયો છે. એ જ રીતે આઇટી ઇન્ડેક્સ પણ 266 પોઇન્ટ ઘટાડા સાથે બંધ રહ્યો છે. સવારે સેન્સેક્સ 87 અંક નીચે 50,049.12 પર અને નિફ્ટી 33 અંક વધીને 14,811.85 પર ખુલ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આજે બીએસઈમાં 3097 શેરમાં કારોબાર થયો હતો જેમાં 1,396 શેર વધારા સાથે બંધ થયા હતા અને 1,486 શેરમાં ઘટાડો દેખાયો હતો. એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ 204.81 લાખ કરોડ હતી જે ઘટીને રૂ 204.28 લાખ કરોડ થઈ ગઈ છે.

Next Article