Share Market : પ્રારંભિક કારોબારમાં શેરબજાર લાલ નિશાન નીચે દેખાયું, SENSEX 60000 નીચે સરક્યો

|

Sep 28, 2021 | 9:46 AM

સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે બજારને મજબૂત શરૂઆત મળી હતી. સેન્સેક્સ 60,303 અને નિફ્ટી 17,932 ના સ્તર પર ખુલ્યો હતો. સેન્સેક્સે 60,412 નો નવો રેકોર્ડ બનાવ્યો પણ કારોબારના અંતે બજાર સપાટ બંધ થયું.

સમાચાર સાંભળો
Share Market : પ્રારંભિક કારોબારમાં શેરબજાર લાલ નિશાન નીચે દેખાયું, SENSEX 60000 નીચે સરક્યો
Stock Market

Follow us on

આજે સપ્તાહના બીજા દિવસે શેરબજાર(Share Market) લીલા નિશાનમાં ખુલ્યું પરંતુ કારોબારના ગણતરીના સમયમાં લાલ નિશા નીચે સરકી ગયું હતું.આજે સેન્સેક્સ(Sensex) 60,285 ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,906 પર કારોબાર શરૂ કર્યો હતો.

શરૂઆતી વેપારમાં સેન્સેક્સ 60,288 સુધી ઉછળ્યા બાદ લપસીને 60000 નીચે પહોંચ્યો હતો. સેન્સેક્સ 59,954.13 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. નિફ્ટીની વાત કરીએતો નિફટી 17,906 અંક ઉપર ખુલ્યા બાદ 17,912.85 સુધી આજના ઉપલા સ્તરે દેખાયો હતો જોકે બાદમાં વેચવાલીના પગલે સૂચકાંક નીચે ઉતર્યો હતો. ઇન્ડેક્સ 17,827 સુધી આજના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેર ફાયદા સાથે વેપાર કરી રહ્યા છે અને 14 શેર નબળાઈ સાથે કારોબાર આગળ વધારી રહ્યા છે. ઇન્ડેક્સમાં NTPC, અલ્ટ્રાટેક સિમેન્ટ અને SBI ના શેર 1%થી વધુ વધ્યા છે. બીજી બાજુ એચસીએલ ટેક અને ઇન્ફોસિસના શેરમાં 1%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

BSEમાં 2,509 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,398 શેર વધી રહ્યા છે અને 985 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 260 લાખ કરોડને પાર નોંધાઈ છે. અગાઉ સોમવારે સેન્સેક્સ 29 અંક વધીને 60,078 અને નિફ્ટી 2 અંક વધીને 17,855 પર બંધ થયા હતા.

ગઈકાલે ફ્લેટ કારોબાર સાથે બંધ થયું બજાર
સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે બજારને મજબૂત શરૂઆત મળી હતી. સેન્સેક્સ 60,303 અને નિફ્ટી 17,932 ના સ્તર પર ખુલ્યો હતો. સેન્સેક્સે 60,412 નો નવો રેકોર્ડ બનાવ્યો પણ કારોબારના અંતે બજાર સપાટ બંધ થયું. સેન્સેક્સ 29 અંક ઉપર 60,078 અને નિફ્ટી 2 અંક વધીને 17,855 પર બંધ થયો હતો.

સોમવારે સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેરમાં વધારો અને 17 શેરોમાં નબળાઈ જોવા મળી હતી. સૂચકાંકમાં મારુતિનો શેર 6.53%, M&M નો શેર 4.14%અને બજાજ ઓટોનો શેર 2.77%વધ્યો હતો. બીજી બાજુ એચસીએલ ટેકના શેર 4.58% અને ટેક મહિન્દ્રાના શેર 3.30% બંધ થયા છે.

ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેત
US બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળ્યો હતો. Dow 70 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. બીજી બાજુ નાસ્ડેક 0.5% અને S&P 500 0.3% ઘટ્યા છે. 10 વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ 1.48%વધી છે. બોન્ડની ઉપજ 3 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. ક્રૂડ ઓઇલ સતત વધી રહ્યું છે. બ્રેન્ટ 80 ડૉલરની નજીક પહોંચી ગયું છે.

આજે એશિયાના મોટાભાગના બજારોમાં મજબૂત કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 47.00 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.24 ટકાનો ઘટાડો દર્શાવે છે. તાઇવાનમાં 0.80 ટકાનો ઘટાડો છે શાંઘાઈ કમ્પોઝિટમાં 0.01 ટકાની સામાન્ય નબળાઈ છે.

 

આ પણ વાંચો : RIL : Mukesh Ambani ની કંપનીએ સર્જ્યો ઈતિહાસ, જાણો Reliance એ રોકાણકારોને કેટલા કર્યા માલામાલ

 

આ પણ વાંચો :  ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે

 

Next Article